________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 40 )
જરૂર રહેતી નથી. ભય, ખેદ આદિ અશુભ વિચારોને આત્મામાં ઉત્પન્ન થતાંજ મારી હટાવનાર અધ્યાત્મજ્ઞાન છે. જે મનુષ્યો અધ્યાત્મજ્ઞાનઉપર વિશ્વાસ રાખીને, તેને પેાતાના મિત્ર તરીકે સ્વીકારે છે તેઓને, શાક, ચિન્તા, ભય વગેરે દુશ્મનાના જરામાત્ર ભય રહેતા નથી.
અધ્યાત્મજ્ઞાનને જેએ મિત્ર બનાવવા ધારે છે તેઓ, આન્તરિક સૃષ્ટિમાં પ્રવેશ કરે છે, પણ તેઓએ સમજવું જોઈએ કે, અધ્યાત્મજ્ઞાનને મિત્ર બનાવવા માટે પ્રથમ ખાવસ્તુના મમત્વને ત્યાગ કરવા જોઈએ. જેઓને અધ્યાત્મમિત્રઉપર શુદ્ધ પ્રેમ હાતા નથી તેઓના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનની સ્થિરતા થતી નથી. મહારાજા-શહેનશાહને પાતાના ઘેર એલાવવા હોય છે તેા ઘરને કેવું સુશોભીત કરવું પડે છે અને તેને પેાતાના પ્રેમની કેટલી બધી ખાત્રી આપવી પડે છે? તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનને હૃદયમાં સ્થિર કરવા માટે, મનમાં અત્યન્ત શુદ્ધ પ્રેમ અને શ્રદ્ધાને ધારવી પડે છે. શુષ્ક અધ્યાત્મીના હૃદયમાં
ખરૂં અધ્યાત્મજ્ઞાન પ્રગટતું નથી; વાચિક અધ્યાત્મજ્ઞાનવડે કંઈ પાતાની ઉન્નતિ થતી નથી. વસ્તુતઃ અધ્યાત્મજ્ઞાન જ્યારે હૃદયમાં પરિણમે છે ત્યારે,તેવું પારિણામિક અધ્યાત્મજ્ઞાન-ખરેખર આત્માની શુદ્ધતા પ્રકટાવવાને સમર્થ અને છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર પેાતાના ગુરૂની ગરજ સારે છે. ગુરૂ જેમ શિષ્યને અનેક શિક્ષાઓ આપીને ઠેકાણે લાવે છે અને શિષ્યને ગુણાની મૂર્તિરૂપ બનાવે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માને અનેક પ્રકારની શિખામણેા આપીને આત્માને સ્વસ્વભાવરૂપ નિજઘરમાં લાવે છે અને ક્ષાપશાદિ ભાવના અનેક ગુણાનું ધામભૂત આત્માને મનાવીને, સાદિ અનન્તમા ભાગે સહજસુખને વિલાસી કરે છે. ગુરૂ જેમ પેાતાના શિષ્યના ધ્યેયમાં સદાકાલ પ્રયત્ન કર્યા કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ અન્તરાત્માની ઉન્નતિ માટે પ્રયત્ન કર્યાં કરે છે. જેમ ગુરૂ શિષ્યને પોતાના ઉપદેશવડે અનેક શિખામણા આપીને વિનયવંત કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ જગા જીવાને અનેક શિખામણેા આપીને અહંકારદોષને ટાળી વિનયત્રંત મનાવે છે. અધ્યાત્મજ્ઞાન અને અહંકારને મેળ આવતા નથી. મુનિવરે અધ્યાત્મજ્ઞાનવડે. અહંકારને જીતીને લઘુતા ગુણુને ધારણ કરી વિનયના પાઠ આખી દુનિયાને પડાવે છે. અધ્યાત્મજ્ઞાનથી લઘુતા ગુણની જો પ્રાપ્તિ ન થાય તેા સમજવું કે, તેના હૃદયમાં અધ્યાત્મજ્ઞાન પરિણમ્યું નથી. અધ્યાત્મજ્ઞાન ખરેખર સૂર્યસમાન છે. આત્મસૃષ્ટિમાં રહેલી ઋદ્ધિનું દર્શન કરાવનાર અધ્યાભજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશવડે અન્તરાત્મારૂપ કમલ ખરેખર પ્રફુલ્લ થાય છે અને તે ભાગરૂપ જલથી નિર્લેપ રહે છે,
For Private And Personal Use Only