________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) ગુણેના સામું જુવે છે, અને સર્વ જીવોના ગુણેની સુગંધી લં સર્વ ફેલાવો કરે છે. મનુષ્યોના દુર્ગુણે તરફ તેનું લક્ષ્ય જતું નથી. દુર્ગુણેને તે ફેલાવો કરતો નથી, તેમજ દેને પ્રકાશીને કિનારે આત્માની લાગણીને દુખવતો નથી. અધ્યાત્મજ્ઞાનથી સર્વ જીવો પોતાના મિત્રસમાન લાગે છે અને તેથી સર્વ જીવોપર મૈત્રીભાવને પ્રગટે છે. સર્વ જીના ગુણે દેખવાની શક્તિ ખીલવાથી સર્વ જીન જે જે ગુણે. હોય છે તે તે ગુણેને દેખી–અધ્યાત્મજ્ઞાની પ્રમોદભાવેને ધારણ કરે છે, તેમજ સર્વ જીવોને દુ:ખી દેખી તેમના ઉપર કાર્ય ભાવના ધારણ કરે છે અને ગુણહીનોને દેખી મધ્યસ્થ રહે છે. ઉત્તમ મિત્ર જેમ પિતાના મિત્રની ઉન્નતિ કરવામાં મહારું અને હારૂં એ ભાવ ધારણ કરતો નથી, તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાની પણ સર્વ જીવોને મિત્ર માની તેઓનું શ્રેય કરવામાં મારું તારૂં એ ભાવ ધારણ કરતો નથી. સર્વ જીવોને પોતાના મિત્ર સમાન ગણવાની શક્તિ આપનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનની દષ્ટિએ સર્વ જગત એક કુટુમ્બસમાન ભાસે છે-ભગવદ્ગીતામાં કહ્યું છે કે,
સ્ટોર. अयं निजः परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु-वसुधैव कुटुम्बकम् ॥ આ મારો છે અને આ પારકે છે, એવી લઘુ મનવાળાઓની ભાવના છે; જેઓનું ઉદાર ચરિત છે તેઓને તે આખી પૃથ્વી પિતાના કુટુમ્બસમાન ભાસે છે. અધ્યાત્મજ્ઞાનથી આવી ઉત્તમ ભાવના ખીલવાથી જગતમાં ઉદાર ચરિતવાળા મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેથી તેઓ દુનિયાનું ભલું ગમે તે સ્થિતિમાં રહ્યા છતાં પણ કરે છે. અધ્યાત્મજ્ઞાનથી આવી ઉત્તમ વિશાલ દષ્ટિ ખીલવવાને માટે ઉત્તમ જ્ઞાનીઓ મહા પ્રયત્ન કરે છે. ઉત્તમ મિત્ર જેમ પિતાના મિત્રથી એકરૂપ બનીને તેના દેને ટાળે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માથી એકરૂપ હાઈને આત્મામાં રહેલા દેશે ટાળવાને પોતાની શક્તિ ફેરવે છે. ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રને સંકટના સમયમાં ત્યજતા નથી, તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માને દુઃખના સમયમાં ત્યજતું નથી; પણ ઉલટું અધ્યાત્મજ્ઞાન ખરેખર સંકટના વખતમાં આત્માને ખરે આશરે આપવાને માટે સમર્થ બને છે. અત્રમાં ઉત્પન્ન થનાર મેહના રાગાદિ દ્ધાઓ સામે ખરી ટેકથી ઉભું રહીને યુદ્ધ કરનાર, ખરેખર “અધ્યાત્મજ્ઞાન” જેના હૃદયમાં પ્રગટયું છે તેને અન્ય મિત્ર કરવાની
ભ, ઉ. ૭
For Private And Personal Use Only