________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૯ )
નથી. નિર્મલ પ્રેમથી સ્ત્રીઓ પોતાના સ્વામીની કૃપા મેળવી શકે છે. જંગમાં સ્થૂલભૂમિકામાં પતિવ્રતા સ્ત્રીને, પતિના વિયોગે એક પૈસાભર પણ અનાજ ભાવતું નથી અને શરીરે ભૂષણ ધારવાં તે પણ તેને રૂચતાં નથી, તેમ શરીરે સુન્દર વસ્ત્રો ધારણ કરવાં તે પણ તેને રૂચતાં નથી; જગની વ્યવહારદશામાં જ્યારે પતિત્રતા સ્ત્રીની આવી દશા છે, ત્યારે અન્તરમાં શુદ્ધચેતના સ્ત્રી પેાતાના સ્વામીની પ્રાપ્તિમાટે શુદ્ધપ્રેમવૃત્તિથી ઉપર્યુક્ત ઉદ્ગારો કાઢે અને પેાતાના સ્વામિના વિયેાગે તેને બાહ્યજગત્ની પતિવ્રતાની પેઠે કોઈ પણ ખાદ્યપદાર્થો ગમે નહિ તે અનવા યોગ્યજ છે. આત્મા, ક્રોધ, માન, માયા અને લાભરૂપ કૃમિત્રોની સાબત કરે છે અને તેથી તે આરારૂપ ગુલામડીના વશમાં ફસાઈ જાય છે, અર્થાત્ પેાતાનું શુદ્ધ સ્થિરતારૂપ ઘર મૂકીને અનેક પ્રકારના પદાથોના માહથી પરભાવરૂપ વેશ્યાના ઘેર જાય અને તેથી તે જન્મ જરા અને મરણનાં દુઃખ પામે, તેમાં કશું આશ્ચર્ય નથી. આત્મા જ્યારે પરભાવરૂપ વેરયાના ઘેર ગમન કરે છે, ત્યારે તેઓ પોતાના મૂલ ધર્મને વિસરી જાય છે. પેાતાના મૂળ ધર્મથી દૂર આત્મા થાય છે એટલુંજ નહિ પણ, તે ચેારાશી લક્ષ યોનિમાં પરિભ્રમણ કરે છે અને હલકામાં હલકી દશાને ધારણ કરે છે; આવી આત્માની દશા પરઘેર જવાથી થઈ છે. પેાતાના ઘરને! ત્યાગ કરવાથી અને પરઘેર કૂતરાની પેઠે વિષયાશાથી ભટકવાથી, સંસારમાં કોઈ પુરૂષ સુખી થયા નથી અને થશે પણ નહિ. જે પુરૂષ પોતાની સ્ત્રીનેા ત્યાગ કરે છે, તેના તિરસ્કાર તેનું હૃદયજ કરે છે. શુદ્ધચેતનાના ઘરમાં આત્માનું એકદમ આવી જવું, તે કંઈ સહેલ વાત નથી. શુચેતનાના ઘરમાં જતાં પૂર્વે આત્માને અનેક ક્રોધાદિ કુમિત્રોની અને વિષયવાસનારૂપ વેયાની સંગતિ છેડવી પડે છે, અનેક પ્રકારના રાગોની સંગતિ છેાડવી પડે છે, પરપુદ્ગલ વસ્તુની ચાહના તજવી પડે છે અને પતિવ્રતા સ્ત્રીના ઘરમાં રહેવા યોગ્ય એવા વિવેક, સંયમ, શુદ્ધપ્રેમ અને સત્યભાત્ર આદિ ગુણાને ધારણ
કરવા પડે છે.
શુપ્રેમવિના આત્માને પોતાના ઘરમાં સ્થિરતા થઇ શકતી નથી. બાહ્યપદાર્થોના સ્વાર્થ જેમાં નથી તેને શુદ્ધપ્રેમ કહે છે. પેાતાની શુદ્ધચેતના સ્ત્રીવિના અન્ય પરવસ્તુપર પ્રેમ કરવા ચાગ્ય નથી પરવસ્તુમાં સુખ નથી, ખરૂં સુખ તેા શુદ્ધચેતનાના સંગે છે; એમ જ્યારે આત્માને અનુભવ થાય છે ત્યારે તે શુદ્ધચેતનાપર પ્રીતિ ધારણ કરે છે. આત્માના શુદ્ધચેતનાપર પ્રેમ વર્તે અને શુદ્ધચેતનાના આત્માપર્ પ્રેમ થાય, ત્યારે બેને એકરસરૂપ સંબન્ધ થાય છે.
For Private And Personal Use Only