________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૮ )
પ૬ ૧૮,
राग वसन्त. प्यारे आय मिलो कहां येते जात, मेरो विरहव्यथा अकुलात નાત શારે છે ? एक पेसाभर न भावे नाज, न भूषण नही पट समाज.॥
ભાવાર્થો–શુદ્ધચેતના, પિતાના આત્મસ્વામિને સંબોધીને કળે છે કે, હે પ્રિય! આપશ્રી હવે આવીને મળે. આપશ્રી અહીંથી ક્યાં ગયા છે? વિરહની વ્યથા વડે મારૂં ગાત્ર અકળાય છે. શુદ્ધચેતનાના ઉદ્ધાર ખરેખર પ્રેમમય છે. પિતાના સ્વામી પર તેને શુદ્ધ પ્રેમ છે. અનન્તગુણધામભૂત ચેતનની પ્રાપ્તિમાં તેની રગેરગમાં શુદ્ધ પ્રેમ વહે છે અને તેથી તે પોતાના ચેતનસ્વામીવિના આખા જગતને શુન્ય દેખે તે પણ બનવા ગ્ય છે. પોતાના શુદ્ધ પ્રેમથી તે કહે છે કે, વિરહની વ્યથાવડે મારું ગાત્ર અકળાય છે. આજ તેનાં વા સૂચવી આપે છે કે પિતાના સ્વામિની પ્રાપ્તિ માટે તેણે પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું છે. પિતાના
સ્વામિવિના તેણીના મનમાં અન્યને ભાસ નથી. શુદ્ધચેતના આવી શુદ્ધ પ્રેમદશાથી પોતાના સ્વામીને આકર્ષણ કરે, એમાં કંઈ આશ્ચર્ય નથી.
જગની સ્થૂલભૂમિકામાં પણ પતિવ્રતા સ્ત્રી પિતાના સ્વામિપર શુદ્ધપ્રેમ, અર્થાત્ પતિવ્રતાને જે પ્રેમ જોઈએ તે પ્રેમ ધારણ કરે છે. આર્યદેશની પતિવ્રતા સ્ત્રીઓ પ્રાણ પડે તો પણ અન્યનાપર વિષ
છા–ભેગદષ્ટિથી દેખતી નથી. ખરી પતિવ્રતા સ્ત્રી પોતાના સ્વામીથી પટંતર રાખતી નથી અને પતિને સત્યમાર્ગમાં સદાકાલ રાખે છે. પતિના દેશની અન્ય આગળ નિન્દા કરતી નથી, તેમ પતિના હૃદયની વાત અન્યને કહેતી નથી. જગતના ઉપર પ્રેમ રાખે છે, પણ તેમાં વિષયભેગનો અંશ પણું ધારતી નથી. પતિવ્રતા સ્ત્રી કદી પતિ પર ક્રોધાયમાન થતી નથી; કદાપિ પિતાને અપરાધ થયો હોય તો પતિની પાસે માફી માગી લે છે. પોતાના પ્રાણ કરતાં પણ તે પતિત્રતાધર્મની અનન્તગણી કિસ્મત આંકે છે. તેને સ્વમામાં પણ પરપુરૂષ ઉપ૨ વિષય પ્રેમ પ્રગટતો નથી. પિતાના પતિને તે દુઃખમાં સારી રીતે સહાય કરે છે. ગમે તેવા સંકટના પ્રસંગોમાં પણ, પતિના ગૃહમાં રહે છે અને તાવત સેવા કરે છે; પિતાના પતિ પર પ્રાણ પાથરે છે. આર્યદેશમાં પૂર્વે આવી ઘણી સ્ત્રીઓ હતી; આવી ઉત્તમ સ્ત્રીઓ જે દેશમાં પાકે છે તે દેશની ઉન્નતિ થયા વિના રહેતી
For Private And Personal Use Only