________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) રહ્યું છે. આ પ્રમાણે અરૂપી આત્માનો બોધ થાય છે, ત્યારે શરીરની શેભા, શરીરના શણગાર, શરીરમાટે કરાતાં અનેક પાપક અને શરીર નષ્ટ થતાં પોતાના નાશની થતી બુદ્ધિ, ટળી જાય છે અને શરીરને એક વસ્ત્ર બરોબર લેખવામાં આવે છે, અર્થાત તેથી આત્મા શરીરનો દાસ બની જતો નથી; પણ આત્મા ખરેખર શરીરને વસ્ત્રની પેઠે માનીને તેનાવડે શુભ કાર્યો કરવા પ્રવૃત્તિ કરે છે. શરીરમાંથી આત્મા છૂટે છે, તોપણ બાહ્ય દશ્ય પદાર્થોમાં આત્મા અહત્વ અને મમત્વ પરિણામથી બંધાતો નથી. અલબત આ પ્રમાણે અરૂપી આત્માને નિશ્ચય થતાં, જ્ઞાની આત્મા જગતના ઉપર તરતો હોય અને જગતમાં નિકંપ હોય, એમ પોતાનો અનુભવ કરી શકે છે. અરૂપી આત્મા છે એમ અવબોધતાં અહત્વ અને મમત્વનાં પરિણામો ત્વરિત વિલય પામે છે અને જગતમાં ઉપકારનાં કૃત્ય કરવામાં-તન, મન અને ધનને સારી રીતે વાપરી શકાય છે; મારો આત્મા અરૂપી છે તો દશ્ય વસ્તુઓને કેમ સર્વના ભલા માટે ન વાપરવી જોઈએ? દૃશ્ય પદાથે કોઈ પણ આત્માના નથી, દૃશ્ય પદાર્થોને ગમે તેટલા એકઠા કરવામાં આવે તોપણ, તે અરૂપી આત્માના થતા નથી, માટે તેને ધમર્થ ઉપયોગ કરવો જોઇએ. આ પ્રમાણે જ્ઞાનિના મનમાં વિચાર આવતાં દશ્ય લક્ષી વગેરે પદાર્થોનું તે દાન કરી શકે છે. જેણે આત્મા અરૂપી છે એમ નિશ્ચય કર્યો છે, તે બાહ્યપદાર્થોનું દાન કરી શકે છે; કદાપિ તે કંજુસપણું રાખતો નથી. આત્મજ્ઞાનિનું આવું લક્ષણ છે તે છાનું રહી શકતું નથી. આમાનું અરૂપ સ્વરૂપ ભાવવાથી અનેક પ્રકારની બાહ્ય ઉપાધિ, વ્યાધિ અને આધિમાં મુંઝાવાતું નથી. આત્માને અરૂપી ભાવનારા મનુષ્યો, પરસ્પર ઐય રાખી શકે છે અને પરસ્પર દેશ જાતિનો ભેદ ટાળીને સહાય કરી શકે છે. ગમે તેવા દુ:ખકર પ્રસંગોમાં પણ અરૂપી આત્માનું સ્મરણ કરીને નિર્ભય અને દુ:ખ રહિત બને છે. અરૂપી આત્મા ભાવનારા મનુષ્યો, અન્તરથી સૂક્ષ્મપણે એક રસરૂપ થઈનેપરસ્પરના આત્માને સૂક્ષ્મ દષ્ટિથી દેખીને આનન્દમાં રહે છે. અરૂપી આત્મા ભાવનારા મનુષ્યોને બાહ્યપદાર્થોની મમતા નડી શકતી નથી; તેઓ વખત આવે એક શ્વાસે છાસમાં સકલ કર્મનો ક્ષય કરી નાખે છે. અરૂપી આત્માને ભાવનારા મનુ શુદ્ધ પ્રેમ, શુદ્ધ રાંબબ્ધ અને શુદ્ધ એકનો અનુભવ કરી શકે છે. અરૂપી આત્માની ભાવના કરનારાઓની અન્તર્દષ્ટિ ખીલે છે અને તેથી તે સ્થલ દશ્યપદાર્થોમાં તન્મય બનતા નથી, પણ પ્રત્યેક આત્માઓની સાથે આત્મવત્ સંબન્ધ રાખવાને સમર્થ થાય છે. અરૂપી આમાની ભાવના ભાવનારાઓ
For Private And Personal Use Only