________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦ ) જૈનતો અને જૈનેતર દર્શનોનાં તત્વોમાં જૈનદર્શન પ્રતિપાદ્ય ત કેવી રીતે-પ્રમાણથી સત્ય સિદ્ધ કરે છે, તે અમ્મદીય પરમાત્મદર્શન વગેરે ગ્રન્થોમાં જણુવ્યું છે. જેનેતર સર્વ ધર્મોના મુકાબલામાં જૈનધર્મનાં તો, આચારે અને વિચારે વિશેષતઃ પરિપૂર્ણ ઉત્તમ સત્ય કરે છે; એમ અમે મુક્ત કંઠથી કહીએ છીએ.
જૈનેતર સર્વ ધર્મના ચર્ચાવાદમાં ક્યા દર્શનમાં, કયું તત્ત્વ, કઈ અપેક્ષાએ સત્ય છે, તે જૈનદર્શન નોની અપેક્ષાએ જણાવે છે અને અનેક ધર્મોના ઝઘડાના વિવાદને ટાળી દે છે, માટે શ્રીમાન આનન્દઘનજીએ એકતારના ચોલાની ઉપમા જૈનદર્શનને આપી છે. આવા ઉત્તમ જૈનદર્શનને પુનઃ જગતમાં ફેલાવવા પ્રયત્ન કરનારા વીરપુરૂ ઉત્પન્ન થાઓ ! હવે જૈનદર્શન અને આત્માની પરિપૂર્ણ આદેયતાને જણાવી પુનઃ શ્રીમાન આનન્દઘનજી જૈનદર્શન અને તત કથિત આત્મતત્ત્વની શ્રેષ્ઠતા અને તેની પ્રાપ્તિ માટે હૃદયદ્રાર કાઢે છે.
षट्पद पदके जोगसिरिखस, क्यों कर गजपद तोला । आनन्दधन प्रभु आय मिलो तुम, मिट जाय मनका झोला ॥
૨ . | 8 | ભાવાર્થ:–ષપદ (ભ્રમર)ના એકેક પદ (પગ)ના સમાન જૈનથી ભિન્ન દર્શનો અને પળે વગેરે છે. અને હસ્તિના પાદ (પગ) સમાન જૈન દર્શન છે. અન્ય દર્શને ભ્રમરના વટપદ સમાન છે, તેઓનાથી હસ્તિના પદ સમાન જૈનદર્શનની તુલના શી રીતે થઈ શકે ? અર્થાત્ જૈનદર્શનની તુલના થઈ શકે જ નહીં. જૈનદર્શનની તુલના કઈ પણ દર્શનની સાથે થઈ શકે નહીં કેમકે, સહસ્ર દર્શનરૂપ ભ્રમરેના પદે શ્રી જૈનદર્શનરૂપ હસ્તિપદમાં સમાઈ જાય છે. હજારે નદીઓ પાસિફિક મહાસાગરમાં સમાઈ જાય, પણ પાસિફિક મહાસાગર કઈ નદીમાં સમાઈ જાય નહીં, તત્ અત્ર પણ જૈનદર્શનરૂપ મહાસાગરમાં અન્યધર્મ દર્શનરૂપ નદીઓ સમાઈ જાય છે, પણ અન્યદર્શનરૂપ નદીએમાં જૈનદર્શનારૂપ પાસિફિક મહાસાગર રમાઈ જતો નથી, અસંખ્યનોથી ભરપૂર શ્રી જૈનદર્શન છે અને અન્યદર્શનો તે એકેક નયની માન્યતાવાળાં છે, તેથી અન્ય એકેક નયકથિત અન્ય સહસ્ત્ર ધર્મપને જૈનદર્શનમાં—સાપેક્ષ નયવાદના યોગે, સમાવેશ થાય છે. સાત નય અને સપ્તભંગી અને ચાર નિક્ષેપાથી જૈનતત્ત્વોનું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, માટે ઉપર્યુક્ત જૈનધર્મની બરાબરી કરે એ કઈ ધર્મ દુનિયામાં નથી.'
For Private And Personal Use Only