________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૯) જૈનદર્શનના ફેલાવા માટે શ્રીમદ્દ હેમચંદ્ર ભગવાને જે પ્રયત્ન કર્યો છે તે અત્યંત સ્તુત્ય છે; જૈનદર્શનની ઉન્નતિ અર્થે કરડે ઉપાય કરવા જોઈએ. શ્રીમાન આનન્દઘનજીએ વગડામાં કેટલાક વખત પર્યત રહીને પણ જેનદર્શનના સિદ્ધાતેની ઉત્તમતા ગાઈ છે, તેજ બતાવી આપે છે કે તેમના મનમાં જૈનત પ્રતિ અપૂર્વ પ્રેમ હતો અને તે જેન. ધર્મમાં તન્મય બની ગયા હતા.
જૈનદર્શનમાં ષડદ્રનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં પણ આત્મા મુખ્ય છે. સ્યાદ્વાદ દષ્ટિથી મનાયલા આત્મામાં જૈનેતર દર્શનનો પણ અન્તભવ થાય છે, માટે સર્વ ધર્મના આશ્રયભૂત આત્માને આદર કરવો જોઈએ. એકેક નયના આગ્રહથી ઉસ્થિત જૈનેતર દર્શનોને સર્વ નની સાપેક્ષાએ જેમાં સમાવેશ થાય છે, એવા અનેકાન્ત નય પ્રતિપાદ્ય તત્ત્વને મૂકીને પત્થરભાર સમાન જૈનેતર દર્શનેને કેણુ સેવે? અર્થાત કેઈ અનેકાન્તવાદી સેવે નહીં.
જૈનદર્શનકથિત તત્ત્વોની પ્રઢતાને ખ્યાલ વિદ્વાને કરી શકે છે. પાશ્ચાત્ય અને પવિત્ય જડવાદને નાશ કરવામાટે જૈનદર્શનકથિત તોને અભ્યાસ કરવો જોઇએ. વેદાન્ત દર્શન પણ આત્માની અસ્તિતા પ્રસરાવવા પ્રયત્ન કરે છે. હિન્દુધર્મ પણ કઈક અપેક્ષાએ જૈનધર્મને સહાય કરે છે. કેટલાક પ્રીસ્તિ અને મુસલમાનો પુનર્જન્મ માનતા નથી અને તેઓ પુનર્જન્મનું ખંડન કરે છે, ત્યારે વેદધર્મવાળાઓ આત્માને પુનર્જન્મ પ્રતિપાદન કરવા પ્રયત્ન કરે છે. આમાની અસ્તિતા, પુનર્જન્મની સિદ્ધિ અને દયા વગેરેના પ્રતિપાદનમાં વેદધર્મવાળાઓ જૈનોની સાથે ઉભા રહીને, પ્રતિપક્ષીઓના પ્રશ્નોનું ખંડન કરે છે. ઘણું વેદધમીએ પૂર્વે ગૌતમાદિ એકાદરા ગણધની પેઠે જૈનધમીએ બન્યા છે. જેનાચાર્યોએ યજ્ઞમાં હોમાતા પશુઓ વગેરે કુધર્મનું સારી રીતે ખંડન કર્યું છે. - સાપેક્ષવાદમય શ્રી જૈનદર્શનને પૂર્વે ચારે વર્ણ માનતી હતી. ખરેખર અમૃતનો સ્વાદ લહ્યા પછી કેણું વિષને ગ્રહણ કરે. જૈનદર્શન અમૃત સમાન છે. જૈનદર્શન અન્યધર્મવાળાઓની સાથે મિત્રીભાવથી વર્તવાની સૂચના કરે છે, તેથી જૈનદર્શનનો મહિમા ત્રણ ભુવનમાં ગાજી રહ્યો છે. સગુણેને પ્રાપ્ત કરવા અને દોષને નાશ કરે, એજ જૈનદર્શનનું ચારિત્ર છે. આવા ઉત્તમ સત્યધર્મના પ્રરૂપક કેવલજ્ઞાની શ્રીવીરપ્રભુનું ચરિત્ર આખી દુનિયામાં વંચાય અને જૈનદર્શનને સર્વે મનુષ્પો લાભ લે એમ થવું જોઈએ.
For Private And Personal Use Only