________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૭ ) અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, સ્થલ, જાતિ અને નિગ્રહસ્થાન, એ સળ પદાર્થોને ગૌતમ પ્રતિપાદન કરે છે.
પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણુ, ઉપમાન પ્રમાણ અને શાબ્દિક પ્રમાણુ એ ચાર પ્રમાણ છે.
- તત્ર ઈન્દ્રિયાથે સંપર્કોત્પન્ન, અવ્યભિચારી અને વ્યવસાયાત્મક જ્ઞાન છે, તે વ્યપદેશ વર્જિત છે. પદાર્થોની સાથે ઇન્દ્રિયોના સંગથી જે જ્ઞાન થાય છે તેને, પ્રત્યક્ષ પ્રમાણુ કહે છે.
પ્રત્યક્ષ પ્રમાણે પૂર્વ જેને છે એવું અનુમાન પ્રમાણુ ત્રણ પ્રકારે હોય છે. ૧ પૂર્વવત્ નામનું અનુમાન પ્રમાણુ. ૨ શેષવત્ નામનું અનુમાન પ્રમાણ. ૩ સામાન્યનામાં અનુમાન પ્રમાણું. તેમાં એ ત્રણ ભેદો પૈકી કારણથકી કાર્યનું જે અનુમાન થાય છે, તેને પ્રથમ પૂર્વવત્ નામનું અનુમાન અવધવું.
ભ્રમર, મહીષ, હસ્તિ અને સર્પ તથા તમાલ વૃક્ષ એ સર્વ શ્યામ કાન્તિવાળા જગતમાં વૃષ્ટિ વર્ષવાના કાર્યપ્રતિ વિશેષતઃ પ્રવર્તે છે, પણ તે મેઘ સદુશ નથી, અથૉત્ વૃષ્ટિ નહિ કરનાર, અશ્વસમાન ભ્રમરાદિકે છે, કારણ કે બન્ને શ્યામવર્ણવાળા છે, માટે વૃષ્ટિ કરવારૂપ કારણે વાદળમાં કાર્ય સિદ્ધિ થઈ અને ભ્રમરાદિકમાં વૃષ્ટિ કારણ ન હેવાથી કાર્યની અસિદ્ધિ થઈ.
કાર્યથી કારણનું અનુમાન કરવું તેને શેષવત અનુમાન માનેલું છે. નદીના પૂરરૂપ કાર્યથી પર્વત આદિપર મેઘ થયો છે, એમ જાણવું તે શેષવત અનુમાન અવધવું. જેવી સૂર્યમાં ગતિપૂર્વક દેશાત્ર પ્રાપ્ત છે, તેવી પુરૂષને વિષે ગતિ પૂર્વક દેશાન્તર પ્રાપ્તિ છે, એવું જે અનુમાન કરવું તેને સામાન્યનામા અનુમાન કથે છે.
પ્રસિદ્ધ વસ્તુના સાધર્મ્સથી અપ્રસિદ્ધ વસ્તુને સાધવી તેને ઉપમાન પ્રમાણ કહે છે. જેમ જેવી ગાય છે તે ગવાય છે.
આપ્તપુરૂષના વાકયને શાબ્દપ્રમાણ કહે છે. પ્રમાણ વડે જે ગ્રાહ્ય થાય તેને પ્રમેય કહે છે. આમાં, દેહાદિબુદ્ધિ, ઇન્દ્રિય સુખ, અને દુઃખ વગેરે પ્રમેય પદાર્થ છે.
કેમ આ છે? એવા સંદેહ પ્રત્યયને સંશય કહે છે. જે અર્થત્વથી પ્રવર્તે છે અને જે સાધ્ય છે તેને પ્રયજન કહે છે.
જે વિવાદવિષય ન હોય તે દષ્ટાન્ત કહેવાય છે. સર્વતંત્ર, પ્રતિતંત્ર, અધિકરણ અને અનુકરણ એ ચાર ભેદવા સિદ્ધાત છે.
ભ. ૨૮
For Private And Personal Use Only