________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) તેથી તેણે પિતાનું સહજ સુખ પ્રાપ્ત કર્યું નથી. આમા પિતાનું ભાન ભૂલીને જડવસ્તુઓમાં ઝાંઝવાના જલની પેઠે સુખ શોધે છે પણ મળતું નથી અને અને હાયવરાળ કરી દુઃખી થાય છે. ચતુર્ગતિના ચોરાશી લક્ષ બજારમાં તે ભટક્યા કરે છે, પણ હજી તે હરાયાઢોરની પેઠે નિત્ય સુખના સમ્મુખ થયું નથી. આત્માએ પિતાને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શુદ્ધ વીર્યાદિ મૂળધર્મ વિચાર્યું છે, તેથી તેમનું પૂજ્યપણું જગતમાં દેખાતું નથી. જ્યાં સુધી તેઓ અસત-ક્ષણિક, જડ વસ્તુઓની પૂજા કરે અને તેના નેકર બને, ત્યાં સુધી તેમની પૂજા–બહુમાન-આદિ ન થાય તેમાં શું આશ્ચર્ય? હે વિવેક ! આ પ્રમાણે સર્વ વૃત્તાંત હારી આગળ કહ્યું, હવે તને યોગ્ય લાગે તે કર ! સમતાનું ઉપર્યુકત સર્વ વૃત્તાંત સાંભળિીને વિવેકે, આત્માની પાસે ગમન કર્યું અને આત્માને સર્વ સત્ય વૃત્તાંત કચ્યું અને તેથી શું થયું તે અધુના જણાવે છે.
बन्धु विवेके पीउडो बुजव्यो, वार्यो परघर संग। आनन्दधन समता घर आणे, वाधे नवनवरंग ॥बालुडी०॥५॥
ભાવાથ–સમતાના કથનથી વિવેક બંધુએ આત્મસ્વામીને બધ આપ્યો અને તેનો મૂળ શુદ્ધ ધર્મ સમજાવે. ખરેખર વિવેકમાં સત્ય અને અસત્યનો ભેદ પાડવાની અને સત્ય ગ્રહણ કરાવવાની અપૂર્વ શક્તિ રહી છે. વિવેકના સદુપદેશથી હેય, શેય અને ઉપાદેય તત્ત્વનું ભાન થાય છે. દર્શનાદિ સર્વ ગુણેમાં પ્રથમ વિવેક પ્રગટે છે. અહા ! વિવેકનું કેવું માહાતમ્ય છે? ગમે તેવા આત્માને પણ વિવેક, ક્ષણમાં ઠેકાણે લાવે છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર વિવેક છે. અસત્યથી આત્માને દૂર કરનાર વિવેક છે.
જગતની સ્થલ ભૂમિકામાં પણ વિવેકનું માહાતમ્ય સર્વ લોકે સ્વીકારે છે અને લેકે કહે છે કે, વિવેક પ્રગટ્યાવિના મનુષ્ય તે મનુષ્ય તરીકે ગણુતો નથી. વિવે? રામ વિધિઃ વિવેક દશમે નિધિ છે. વિવેક ત્રીજી આંખ છે. સંસાર વ્યવહારમાં વિવેકના, કલ્પના ભેદે જુદા જુદા પ્રત્યેક દેશોમાં ભેદ પડી ગયા છે, તોપણ વિવેકવિના કેઈને ચાલતું નથી. દરેક ધર્મવાળાઓ અને દરેક દેશવાળાઓ પોતપોતાની બુદ્ધિપ્રમાણે વિવેકની કલ્પના કરે છે, તે સર્વ કપનાવાળા વિવેકમાંથી ઉત્તમ વિવેકને નિશ્ચય કરી શકાય છે. વિવેક વિના હદય મંદિરમાં અંધારું વર્તે છે. અનેક પ્રકારની ઈંગ્લીશ, સંસ્કૃત અને પ્રશીયન, આદિ ભાષાઓના પ્રોફેસર બને, પણ વિવેકવિના સત્ય સુખની પ્રાપ્તિ દુર્લભ છે. એક વિદ્વાનું કહે છે કે, જેનામાં વિવેક નથી તેનામાં
For Private And Personal Use Only