________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ )
ઘટી જાય છે. આ બાબતની સિદ્ધિનાં જગમાં ઘણાં સ્થૂલ દૃષ્ટાન્તા છે. જે વસ્તુ, કસ્તુરી, દૂધપાક, વગેરે સારી કહેવાય છે તે ઉદરમાં ગયા માદ પેાતાના સ્વભાવ તજીને અન્યરૂપે પરિણમે છે, તેથી તે વિષારૂપ અનતાં હસ્તમાં પણ રાખવાનું મન થતું નથી. નાળીયેર પેાતાના રૂપે રહે છે ત્યાંસુધી મંગલ હેતુશ્રુતતરીકે માનવામાં આવે છે, પણ તેનાં કાચલાં થતાં કચરાની ટાપલીના સ્વાધીન કરવામાં આવે છે. વસ્ત્ર પેાતાનારૂપે સ્વચ્છ રહે છે ત્યાંસુધી તેને શરીરને સંબન્ધ રહે છે, પણ તે વસ્ર વિપરિણામને પામે છે તેા તેને ફેંકી દેવામાં આવે છે. દૂધ પેાતાના મૂળરૂપે રહે છે ત્યાંસુધી, તેને ષિયા સરખા પણુ પીવે છે, પણ જ્યારે તે વિકારથી ફાટી જાય છે ત્યારે તેને પરઢવી દેવામાં આવે છે. સૂર્ય પાતાના મૂળરૂપે દેખાય છે ત્યાંસુધી, લોકે તેના સત્કાર કરે છે, પણ જ્યારે તે અસ્વંગત થાય છે ત્યારે લોકા મહુ માન કરતા નથી. અશ્વો પેાતાનું કાર્ય અાવે છે તાવત્ જગતમાં લોકો તેને આદર કરે છે, કિન્તુ યદા તેએ સ્વકીયરૂપને ત્યાગી વૃદ્ધ થઈ વિપરિણામ પામે છે, તદા તે આદર યોગ્ય થતા નથી. નૃપતિ પોતાના મૂળધર્મ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અને નીતિના ત્યાગ કરતા નથી, તાવત્ તેની શૈાભા બની રહે છે, પણ જ્યારે તે નૃપતિના ધર્મ ભૂલી જાય છે ત્યારે તેના અસ્ત થાય છે. સાધુ સ્વકીય મૂળધર્મ પ્રમાણે વર્તે છે તાવત્ તેની શોભા બની રહે છે, પણ પેાતાના મૂળધર્મના ત્યાગ કરે છે ત્યારે તે રાગદ્વેષના ખાડામાં પડીને ભ્રષ્ટ થાય છે. મનુષ્ય મનુષ્યના ગુણા પ્રમાણે વર્તે છે તાવત, તે શાભા પામે છે; અન્યથા પશુ પંખી કરતાં તેનું વિશેષ મૂલ્ય ગણાતું નથી.
હે વિવેક ! જગતમાં પણ આ પ્રમાણે દરેક પદાર્થો પેાતાના શુધર્મ પ્રમાણે વર્તે છે ત્યાંસુધી, તે તે વસ્તુઓની પેાતાના સ્વરૂપે શાભા રહે છે, ત્યારે આત્મા કે જે ત્રણ ભુવનના સ્વામી અને સિદ્ધ ના ભ્રાતા-સત્તાએ ગણાયછે, તે પેાતાના મૂળ શુદ્ધધર્મને તજીને અન્યત્ર રાગ અને દ્વેષમાં રમણતા કરે, ત્યારે તેની શાભા કયાંથી રહે ? અલખત ન રહે. આત્મા પોતાના શુદ્ધર્મ ભૂલે છે તે એક જાતને ગુન્હા કરે છે. સામાન્ય મનુષ્યા ભૂલ કરે તેતેા બનવા યોગ્ય છે, કિન્તુ આત્મા થઇને જડ જેત્રેા બની જાય તે યાગ્ય જ ગણાય. અવિરતિના ઘરમાં જવું, પરવસ્તુઓની ઇચ્છાઓ કર્યાં કરવી, પરવસ્તુઓની ઝંખના કરીને તે તે વસ્તુઓની ભિક્ષુકની પેઠે યાચના કરવી, પરવસ્તુઓમાં હું અને મ્હારૂં એવા મિથ્યા અધ્યાસથી અંધાઈ જવું, એ આત્માના મૂળધર્મ નથી; ખરેખર આત્માએ પેાતાના મૂળધર્મ વિસાર્યાં છે
For Private And Personal Use Only