________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪) મનુષ્યોની સંગતિથી આત્મા નીચ બને છે. અસત્ સંગતિથી દુર્ગુણેને પ્રવેશ થયાવિના રહેતું નથી. ગધેડાની સાથે જોડો બાંધવામાં આવશે તે ભૂકતાં આવડશે નહિ તોપણ લાત મારવાની ટેવને તે શિખવાનો, કેમકે જડ પદાર્થો પણ પિતાની શક્તિની અન્ય પદાર્થો પર અસર કરે છે, તે અશુભ વૃત્તિધારક દુર્જનો અન્ય મનુષ્યોને કેમ ખરાબ અસર કર્યાવિના રહે? અલબત ન રહે. અસત જનની સંગતિથી જે હાનિ થાય છે તેવી હાનિ અન્યથી થતી નથી. અસત્ સંગતિથી દુ:ખની પરંપરાઓ પ્રાપ્ત થાય છે. અસત્ સંગતિથી સુબુદ્ધિનો નાશ થાય છે અને દુર્બુદ્ધિની ઉત્પત્તિ થાય છે. વનમાં વાસ થાય તે સારું પણ અસત્ જનની સંગતિ સારી નહી, કેમકે તેથી પોતાની ઉચ્ચ દશાને નાશ થાય છે. અસત્ જનની સંગતિ અનાદિકાળથી કરવામાં આવેલી છે, તેથી અસત્ જનની સંગતિ કરતાં અંશમાત્ર પણ મહેનત પડતી નથી પણ સુજનની સંગતિ કરતાં તે ભગીરથ પ્રયત્ન કરવો પડે છે. જેને ઉચ થવું હેય તેને પોતાના કરતાં વિશેષ ગુણી હોય, તેની સંગતિ કરવી જોઈએ. રાગીની સંગતિ કરતાં કદી ત્યાગી બની શકાતું નથી, તેમજ જેને
ગની ઉત્તમ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તેણે યોગીની સંગતિ કરવી જોઈએ, કેમકે જે તે યોગીને તજી ભગીની સંગતિ કરશે તે યોગીની દશા પ્રાપ્ત કરી શકશે નહિ. અન્યની સંગતિ કરવી તેમાં લાખે અને કરોડે વિચારે કરવાની જરૂર છે. ઔષધો લેવામાં જેમ ઘણું તપાસ કરવાની આવશ્યકતા છે, તેમ અન્ય મનુની સંગતિ કરવામાં પણ અનેક વિચાર કરવાની જરૂર છે. કેટલીક વખત બકરી કપાસ ખાવા જાય છે અને ઉન મૂકી આવે છે, તેની પેઠે અન્યના ગુણે અને દેને વિચાર કર્યા વિના અન્યની સંગતિ કરવાથી, સગુણેના બદલે દોષ પાત્ર બનવાનો વખત આવે છે. અન્યના આચાર અને વિચારથી અન્યની ઉત્તમતા વા નીચતા પારખી શકાય છે. હિન્દુસ્થાનના કેટલાક લોકે અન્ય દેશના મનુષ્યોની સંગતિ કરે છે, પણ તેના ગુણ લેતા નથી, પણ તેઓના અશુભ આચાર અને અભક્ષ્ય ભક્ષણ વગેરે દેને ગ્રહણ કરે છે. નાનાં બાળકને તે સારા આચારવાળાઓની સંગતિ કરાવવી જોઈએ. બાલ્યાવસ્થામાં વિચાર કરતાં પણ પ્રથમ આચારની જરૂર છે. બાળક પ્રથમ વિચાર કરતાં આચારનું અનુકરણ કરે છે. જેના દયા આદિ શુભ આચારો હોય, તેની સંગતિ કરવાની જરૂર છે. આચાર, વિચાર, સુધરવાને આધાર સસંગતિ ઉપર છે. આચારમાં જે મનુષ્ય હીન હોય છે, તેઓ અન્યને સદાચરણ બનાવી શકતા નથી. સદાચાર પાળનારની સંગતિ કરવાથી સદાચાર શિખી શકાય છે.
For Private And Personal Use Only