________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ )
સ્થાનમાં પ્રથમ સતી સ્ત્રીએ ઘણી હતી, તેથી પૂર્વે દેશની ચડતી હતી. ખાલ્યાવસ્થામાંજ કન્યાઓને પતિવ્રતાની ઉત્તમ ધાર્મિક કેળવણી આપ વામાં આવે તે વેશ્યાઓ અને કુલટા-પંથલી સ્ત્રીઓને ઘટાડો થાય અને સતીધર્મ પાળનારી સ્ત્રીઓની વૃદ્ધિ થાય. દેશના અને ધર્મના આગેવાન પુરૂષાએ આ સૂચનાને લક્ષ્યમાં લેઈ માલ્યાવસ્થામાંથી તેવી ઉત્તમ કેળવણી આપવામાટે પ્રયાસ કરવા જોઇએ.
પારમાર્થિક કાર્ય કરનારા મહાત્માઓને ઉત્પન્ન કરવા હોય તો, ઉપર્યુક્ત સૂચના પ્રમાણે વર્તવાની ખાસ જરૂર છે.
જે પુરૂષ! દારૂ અને માંસના ભક્ષકો અને છે, તેઓ પરસ્રીલંપટ વિશેષતઃ મને છે. દારૂનું પાન કરનાર પુરૂષ, વ્યભિચારના દોષમાં સપડાઈ જાય છે, દારૂની લેજતમાં પુરૂષા અનેક પ્રકારના કુકર્મી અને છે. દારૂથી વિષય વિકારને ઉત્તેજન મળે છે અને તેથી તેવા પુરૂષોને કુલટા સ્ત્રીઓ ફસાવી નાખે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પચ્ચીશ વર્ષપર્યંત વા છેવટમાં છેવટ વીશ વર્ષપર્યંત બ્રહ્મચર્યનું સંરક્ષણ કરીને વ્યવહારિક અને ધાર્મિક કેળવણીનેા અભ્યાસ કરવામાં આવે તે, ખરેખર ભવિષ્યની પ્રજા સુધરે અને તેથી પરસ્ત્રીના ત્યાગી અને ધર્મના ઉદય કરનારા પુરૂષષ ઉત્પન્ન થઈ શકે. હાલ મનમાં વિષયાભિલાષની ઉત્પત્તિ થાય તેવા સંગે જ્યાં ચારે તરફ હાય, ત્યાં પુત્ર અને પુત્રીઓને રાખવામાં આવે છે તેથી, તેમજ તેઓને માલ્યાવસ્થામાં પરણાવી દેવામાં આવે છે તેથી, તેઓના આત્માની તથા મનની અને શરીરની ઉન્નતિ જોઇએ તેવી દેખવામાં આવતી નથી. આ પ્રમાણે અધેાગતિના માર્ગમાં ઘસડાતા મનુષ્યવર્ગના જો ઉદ્ધૃાર કરવામાં નહિ આવે તા, ખરેખર પ્રતિદિન મનુષ્યેાના આયુષ્યની ઘટતી થયા કરશે, માટે હવે તા ભારતવાસીઓ તથા અન્ય દેશના મનુષ્યાએ ખાસ ચેતવાની જરૂર છે અને વ્યભિચાર નામના દોષને દરિયામાં હાંકી કાઢવા જોઈએ છે. વ્યભિચાર દોષથી મનુષ્યોમાં ખુનગાર લડાઇ થઈ છે, અને થાયછે. વ્યભિચાર દોષથી વેર ઝેર અને કલેશની પરંપરા પ્રાપ્ત થાય છે.
પુરૂષો પરસ્ત્રીમાં આશક્ત થઈને તન ધનની હાનિ કરે છે, તે પ્રમાણે યૌવનની પણ હાનિ કરે છે; તેટલાથી ખસ થતું નથી પણ તેઓની પ્રજાની પણ હાનિ થાય છે, અર્થાત્ ભવિષ્યની પ્રજાનું અહિત કરે છે, તેમજ પોતાની ખરામ વાસનાના છાંટાઓથી અન્યનું પણ અહિત કરે છે. તેવા પુરુષા દયા, પ્રેમ, ભ્રાતૃભાવ, ભક્તિ,
For Private And Personal Use Only