________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮) તે દેશનો ઉદય થતો નથી. જે દેશના મનુષ્યો બાળલગ્નને પુષ્ટિ આપે છે તે લેકે ગુલામ બને છે. જે દેશના મનુષ્ય બાલપણામાંજ સ્ત્રી સેવનમાં પ્રવૃત્તિ કરે છે તે દેશના મનુષ્યો તન, ધન અને વન વગેરેને નાશ કરે છે અને તેવા મનુષ્ય દેશને શ્રાપ સરખા છે.
પરસ્ત્રીલંપટ દોષમાંથી યુવકવર્ગ પ્રથમથી જ દૂર રહે તે માટે ગુરૂકૃબેએ તેમજ શાળાઓમાં ખાસ ઉત્તમ બ્રહ્મચર્યની કેળવણું આપવી જોઈએ; વૃદ્ધોને સુધાર્યો પૂર્વે યુવકવર્ગને સુધારવાની અત્યંત આવશ્યકતા છે. ભવિષ્યની ઉન્નતિનું આ એક પગથીયું છે, માટે દરેક દેશમાં પરસ્ત્રીપટપણામાંથી પુરૂષ દૂર રહે, એવી સરસ કેળવણી આપવી જોઈએ. જે પુરૂષે ધમભિમાની અને દેશહિતેચ્છુ છે, તે તે પરસ્ત્રી સંગથી દૂર રહે છે. દુનિયામાં જન્મીને વિષય સુખ ભેગવવામાંજ મનુષ્ય જન્મની સાર્થકતા જેઓ સમજતા નથી, તેવા ઉત્તમ પુરૂષો તો પિતાના આત્માનું શ્રેય અને દુનિયાનું ભલું થાય તેવા ઉપામાં પ્રવૃત્તિ કરે છે. જેઓ પરસ્ત્રીમાં આસક્ત છે તેઓ સ્વાથી છે. લગ્ન વખતે કરેલી પ્રતિજ્ઞાથી જેઓ ભ્રષ્ટ થાય છે તેઓ અન્યને પણ ભ્રષ્ટ કરે છે, માટે તેવા પુરૂષને ઉપદેશ આપી સુધારવા જોઈએ.
જે દેશમાં સ્ત્રીઓ, ધાર્મિક કેળવણું તેમજ, શારીરિક કેળવણુનાં રહો સમજવાને શક્તિમાન થઈ નથી અને વિષયભોગને જીંદગીનું મુખ્ય કર્તવ્ય સમજે છે, તેવી સ્ત્રીઓ, પોતે પણ પતિવ્રતાના ધર્મને પાળી શકતી નથી અને પોતાના સમાગમમાં આવનાર પુરૂષોને પણ લલચાવી ભ્રષ્ટ કરે છે, તેવી અધમ સ્ત્રીઓ પોતે હીન અને નીચ બને છે અને અનેક પુરૂષને પણ નીચ બનાવે છે.
ધાર્મિક કેળવણી અને બ્રહ્મચર્ય તથા શારીરિક કેળવણી પામ્યાવિનાની બાળાઓ જ્યારે મોટી ઉમરની થાય છે અને પતિવ્રત ધર્મથી પરા મુખ થાય છે, ત્યારે કેટલીક વખત તેઓ કુળ અને ધર્મને દર મૂકીને વેશ્યાનો ધંધો સ્વીકારે છે, અર્થાત નિર્લજ્જ બનીને તેવી ભ્રષ્ટ વેશ્યા સ્ત્રીઓ દેશની અને ધર્મની પાયમાલી કરવાને રાક્ષસીઓની ફરજ બજાવે છે. કેટલાક દેશના રક્ષણ કરનાર રાજાઓ તથા લક્ષ્મીમન્ત શેઠીઆઓ આવી રાક્ષસી જેવી સ્ત્રીઓના પાશમાં ફસાય છે, તેથી તેઓને માન આપીને ચાટના કૂતરાની પેઠે પિતાના અવતારને નીચ બનાવે છે; એવા રાજાઓ, ઠાકર અને લક્ષ્મી મતોથી જ દેશ અને ધર્મની પાયમાલી થાય છે.
સ્ત્રીઓ જે પતિવ્રતા ધર્મથી અલંકૃત હોય અને પુરૂષોને બોધ આપીને ઠેકાણે રાખી શકે તે, પુરૂષે કદી ભ્રષ્ટ થઈ શકે નહિ. હિંદુ
For Private And Personal Use Only