________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પ૭ ) અને તે રૂચક પ્રદેશરૂપ નાભિ તેજ આનન્દઘનરૂ૫ મારે આત્મા છે. નાભિકમળમાં આઠ રૂચકપ્રદેશનું ધ્યાન ધરતાં આત્મજ્યોતિ પ્રકાશ થાય છે અને આત્મા સમાધિસુખનો અધિકારી બને છે. કર્મનું અપર્તન થાય છે અને ઘણાં કર્મોની નિર્જરા પણ થાય છે, માટે આઠ રૂચકરૂપ નાભિ તેજ મારે આત્મા છે, એમ મેં નિશ્ચય કર્યો છે. બાહ્ય પદાર્થોના લાભ તે ખરેખરા લાભ નથી, કારણ કે બાઘના લાભે ક્ષણિક છે અને ખરા સુખને આપનાર નથી. આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ સદ્ગુણોને લાભ તેજ ખરેખર લાભ છે અને તે લાભ આત્મારૂપ છે, એજ લાભ ખરે છે એમ શ્રીમદ્ આનન્દઘનજી નિશ્ચય કરે છે.
पद ५३. (ા લોટ મુરતાની)
|| નટરાિળી સારી છે सारा दिल लगा है, बंसी वारे ॥ बंसी वारेसुं प्रान प्यारे ॥ सा० ॥ मोर मुकुट मकराकृत कुंडल, पीतांबर पटवारेस् ॥ सा०॥१॥
ભાવાર્થ –શ્રીમદ્ આનન્દઘનજી પિતાના આત્માને કૃષ્ણરૂપ માનીને તેના ગુણે ગાય છે. શ્રીમદ્ કહે છે કે, શ્વાસેચ્છાસ પ્રાણ દ્વારા સોહંસે હું શબ્દની વાંસળી બજાવનાર આત્મારૂપ શ્રીકૃષ્ણની સાથે મારું દીલ લાગ્યું છે; અથવા સમાધિ લાગતાં પહેલાં મગજમાં અનહદ વનિ સંભળાય છે તે, અનહદ દવનિરૂપ વાંસળીને વગાડનાર આત્મારૂપ શ્રીકૃષ્ણની સાથે મારું દીલ લાગ્યું છે. કેવલ કુંભક પ્રાણયામની સિદ્ધિ થતાં અન્તરમાં વાંસળીના શબ્દ જેવા ઝીણા સ્વરનું શ્રવણ થાય છે અને તેને વગાડનાર આત્મારૂપ શ્રીકૃષ્ણ છે તેની સાથે મારું દીલ લાગ્યું છે. શ્રીમદ્ કહે છે કે, તે અન્તરમાં બંસી વગા. ડનાર પ્રાણુથકી પણ પ્યારો આત્મારૂપ શ્રી કૃષણ છે. તે આત્મારૂપ શ્રીકૃષ્ણ કેવો છે તે બતાવે છે. જેણે વિવેકારૂપ મડ ધારણ કરેલ છે, તેમજ જેણે ક્ષમારૂપ મુકુટને પિતાના મસ્તકે ધાર્યો છે; ક્ષમારૂપ મુકુટથી આત્માનું રક્ષણ થાય છે અને મોહનાં શસ્ત્રોથી શ્રુતજ્ઞાન ઉપયોગરૂપ મસ્તકનું (મગજનું) રક્ષણ થાય છે. આત્મારૂપ શ્રીકૃષ્ણ વૈર્યરૂપ મકરાકૃતિ ફંડલને પહેર્યા છે, તે એમજ સૂચવે છે કે મકર, (મગ૨) જેમ ગ્રહણ કરેલી વસ્તુને છોડતો નથી, તેમ આત્મારૂપ શ્રીકૃષ્ણ, તે ધારણ કરેલા જ્ઞાનાદિ ગુણોને તજનાર નથી. આત્મારૂપ શ્રીકૃષ્ણ પિતાના શુદ્ધ
For Private And Personal Use Only