________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) ધારણ કરવા પડે છે અને તેથી જન્મમરણના પ્રવાહમાં જ સદાકાળ વહ્યા કરે છે. બાહ્યનાં સર્વ કાર્યમાંથી લક્ષ્ય હઠાવીને જ્ઞાનાદિ અનંત ગુણરૂપ કાર્યમાંજ હું આત્મા છું એમ મેં નિશ્ચય કર્યો છે. | સર્વ પ્રકારે જે દુનિયામાં બાહ્ય સાજ કહેવાય છે, તે બાહ્ય સાજ આત્મિક સુખ અર્પવાને સમર્થ થતો નથી. હવે તો આત્મા જ સર્વ પ્રકારને સાજ મેં ધાર્યો છે અને તે અનન્ત આનન્દ મહાસાગર છે. આત્માવિના અન્ય સાજનું મારે મમત્વ નથી; એમ આનન્દઘનજી પોતાના મનમાં નિશ્ચય કરે છે.
દુનિયામાં જે લાજ (લજજા) ગણાય છે તે ખરેખરી લજા નથી, કારણ કે દુનિયાની લજજાથી સત્યસુખ અનુભવાતું નથી. દુનિચાની લજા અનેક કારણેથી ઉત્પન્ન થાય છે અને તે દેશ, કૂળ, ધર્મ, આચાર પ્રમાણે જુદી જુદી હોય છે, અર્થાત તેમાં કશું કંઈ તત્ત્વ નથી. હવે આનન્દ આત્માજ લાજ છે એમ નિશ્ચય કર્યો છે. આત્માવિના કેઈ અનન્ત સુખભેગરૂપ લાજનું રક્ષણ કરવા સમર્થ નથી, માટે લજજારૂપ પણ આમાજ છે.
आभ आनन्दघन गाभ आनन्दघन, नाम आनन्दधन लाभ आनन्दधन ॥ मे० ॥३॥
ભાવાર્થ-હવે મારે બાહ્ય આભ (અભ્ર) પર મમત્વ કરવાની જરૂર નથી. બાહ્ય આભથી દુનિયાનું જીવન વહે છે. બાહ્ય આભ અર્થાત્ મેઘથી વૃષ્ટિ થાય છે અને તે દુનિયાને જીવાડે છે, પણ સદાકાલ તે સુખ આપવા સમર્થ થતો નથી. મારો આનન્દસમૂહભૂત આત્મા ખરેખર આભભૂત છે, તેમાં ઉપશમ અમૃતઘન રહ્યો છે, તેની પ્રાપ્તિ થયાબાદ જન્મમરણનાં દુઃખ રહેતાં નથી, માટે સત્ય અભ્રરૂપ મારે આત્માજ છે એમ મેં નિશ્ચય કર્યો છે. બાહ્ય દુનિયાની રીતિ પ્રમાણે ગાભ (ગર્ભ) કહેવાય છે, તે પણ સત્યસુખના પ્રદાતા નથી; તેનાથી તે દુ:ખને જ અનુભવ થાય છે. મારે આત્મા જ ગર્ભરૂપ છે; ગર્ભમાંથી જેમ પ્રાણીઓ બહાર નીકળે છે તેમ મારા આત્મામાંથી અનન્તસુખ પ્રગટે છે, માટે આત્માજ ગર્ભરૂપ છે. નાભિરૂ૫ ભારે આત્મા જ છે. બાહ્યની નાભિ તે ખરેખરી નાભિ નથી, કારણ કે બાહ્ય નાભિથી કેઈ પણ જીવને અદ્યાપિપર્યત સહજસુખ મળ્યું નથી. આત્માના આઠ રૂચક પ્રદેશ નાભિકમલના સ્થાનમાં રહે છે અને તેને આઠ પ્રકારનાં કર્મ અનાદિકાળથી લાગતાં નથી તેથી નાભિકમળના સ્થાનમાં રહેલા આઠ રૂચક પ્રદેશ, સિદ્ધપરમાત્માના પ્રદેશે સમાન નિર્મલ છે. તે રૂચકપ્રદેશેજ ખરેખરી નાભિરૂપ છે
For Private And Personal Use Only