________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
મૂર્તિનું અર્થાત તમારા સ્વરૂપનું મેં દર્શન કર્યું અને તે વખતે મેં પ્રિય પ્રિય એવા શબ્દોને એકદમ ઉચ્ચાર કર્યો, તે વખતે મને સાંભરી આવે છે. આપના સ્વરૂપચન્દ્રને દેખી મારા ચિત્તચકેરે પિયુ પિયુ શબ્દની હવે રટના રટવા માંડી છે. આપનાં દર્શન વિના અન્યત્ર ક્ષણવાર પણું ગમતું નથી. ચિત્તરૂપ ચાતકના પિયુ પિયુ શબ્દો મારા પ્રાણને હરવાને ચતુર થયા છે. અર્થાત્ મારે હે સ્વામિન્ ! તમારા ઉપર અત્યંત અકથ્ય પ્રેમ છે, તેથી તમારે વિરહ ખમાતું નથી. હવે સાક્ષાત પ્રત્યક્ષ દર્શન આપે. શ્રીમદ્ આનન્દઘનજી ક્ષપશમભાવની મુખ્યતાએ સમતા અને આત્મસ્વામિના ઉપર્યુક્ત સંબધના ઉદ્ધાર કહાડે છે.
एक निसी प्रीतम नाउंकीहो, विसरगई सुधनाउ ॥ चातक चतुर विना रहीहो, पीउ पीउ पीउ पीउ पाउ ।
માહું ને રૂ . ભાવાર્થ: સમતા કહે છે કે, એક રાત્રીના સમયમાં પ્રીતમ (હાલા) શુદ્ધ ચેતન સ્વામિના ધ્યાનમાં ને ધ્યાનમાં એવી દશા થઈ કે ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા થઈ ગઈ અને તેથી હું અને મારે સ્વામી બન્ને ભિન્ન છીએ એવું ભાન રહ્યું નહીં. હું અને પ્રીતમ તે એકરૂપ થવાથી તેમનું નામ ભૂલી ગઈ. સવિકલ્પ યાતા-ચેય અને ધ્યાનની સ્થિતિથી પર એવા નિર્વિકલ્પ સ્થાનમાં ચઢી ગઈ તેથી હું અને સ્વામી ભિન્ન છીએ એવો ઉપયોગ રહ્યો નહીં. તેમજ એક રસરૂપસ્થિતિમાં એવો અપૂર્વભાવ પેદા થયો કે તે વખતે મારું અને મારા સ્વામિનું નામ પણ સવિકલ્પ દશાવાળું ભૂલી ગઈ અને અપૂર્વ આનન્દરસમાં બુડી ગઈ, પણ એવામાં ચિત્તચાતકે મારું નિર્વિકલ્પસ્વરૂપ ફેરવી નાખ્યું, અર્થાત વિકલ્પદશામાં આવી અને તેથી ચિત્તચાતકને હું ઠપકે દેઈ કથવા લાગી કે, હે ચાતક ! હું સવિકલ્પકદશામાં આવતાં ચતુર એવા મારા સ્વામિવિના એકલી રહી અને તેથી પ્રિય શબ્દને જાપ જપવા લાગી. પ્રિય સ્વામિને નિર્વિકલ્પદશામાં મળવા બાદ સવિકલ્પદશામાં પ્રિય પ્રિય એ સ્મરણ પ્રતાપે જાપ ચાલ્યા કરે છે. સવિક૯૫દશામાં આત્મપ્રભુને સમતા જાપ કરે છે અને તે વખતે આત્માના સંબન્ધવિના એકલી સમતા આત્માને વિજ્ઞપ્તિ કરે છે. નિર્વિકલ્પદશામાં આત્મસ્વામિને મેળાપ થાય છે, તે વખતે સહજ આનન્દની ખુમારીમાં સર્વ નામભાવનાના ભેદ ભૂલાય છે, ત્યારે આત્માનું
For Private And Personal Use Only