________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૧ ) કાળી હોય છે. પતિવિગિની સ્ત્રીને પોતાના પતિ વિના ભાદરવાની રાત્રી કાતીના સમાન લાગે છે. ગુજરાતમાં શ્રાવણ વદની રાત્રી જે હોય છે તેને મારવાડમાં ભાદરવાની રાત્રી કહે છે. સમતાને પોતાના આત્મપતિની ભાદરવાની રાત્રીરૂપ વિભાવદશા તે એક છાતી (હૃદય) ચીરવાને માટે કાતી હોય તેવી લાગે છે અને મારી છાતીના તિલ તિલ જેવડા કડકા કરી નાખે છે. એક વેરિણી જેવું કાર્ય કરે તેવી ભાદરવાની રાત્રીરૂપ કાતી મારું કાળજું કાપવાનું કાર્ય કરે છે. મારા આત્મપતિ વિના મારા હદયના કકડા થઈ જાય છે. સમતા કહે છે કે, આવી મારી વિભાવ દશારૂપ રાત્રી સ્થિતિ કરે છે. ઈષ્ટ વિગ, અનિષ્ટ સંગ, રંગચિંતા અને અગ્રશૌચરૂપ મેઘની ઘટાઓ, વિભાવ દશારૂપ રાત્રીમાં ચઢી હોય છે. હિંસાનુબન્ધી રૌદ્રધ્યાન, મૃષાનુબધી રૌદ્રધ્યાન, તેયાનુબધી રૌદ્રધ્યાન અને પરિગ્રહાનુબંધી રોદ્રધ્યાન એ ચાર રદ્રધ્યાનના પાયારૂપ જ્યાં અત્યંત કાલિમા રહી છે, એવી વિભાવ દશારૂપ રાત્રી છે, જ્યાં શાતા અને અશાતાવેદનીયની વૃષ્ટિ થયા કરે છે. વિભાવરૂ૫ રાત્રીમાં ઈષ્યરૂપ વિદ્યુત ચમકે છે. આવી ભયંકર રાક્ષસી રાત્રી મહા દુઃખ દેવાવાળી છે. સમતા કહે છે કે, આવી ભાદરવાની ભાવરાત્રીરૂપ કાતી મારી છાતીના કકડા કરી નાખે છે, હવે મને બિલકૂલ ચેન પડતું નથી. આમપતિ વિગિની એવી મારી દશાને દેખી કેના મનમાં દયા ન ઉત્પન્ન થઈ શકે? અલબત દયાળુઓના મનમાં દયા ઉત્પન્ન થયાવિના રહે નહીં.
प्रीतम सब छबी निरखके हो, पीउ पीउ पीउ कीना ॥ वाही विच चातक करें हों, प्रानहरे परवीना ॥ भादु० ॥२॥
ભાવાર્થ –પ્રીતમ (હાલા) એવા આત્મસ્વામીની, સર્વ પ્રકારના અવયવથી પરિપૂર્ણ એવી મૂર્તિ કે વેળા નિરખીને પ્રિય-પ્રિય શબ્દનો ઉચ્ચાર કર્યો. જે જેનું ધ્યાન કર્યા કરે છે તેને તેના સ્વરૂપને ભાસ થાય છે. સમતા પણ આત્મસ્વામિનું ધ્યાન ધર્યા કરે છે, તેથી તેને આત્મપ્રભુની મૂર્તિનું અર્થાત્ આત્મસ્વરૂપનું દર્શન થાય તેમાં આશ્ચર્ય નથી. સમતાના ગે ક્ષયોપશમભાવે આત્માનું દર્શન થાય છે અને તેથી પિતાના સ્વામીના સ્વરૂપને સમતા દેખે છે. નવપદની પૂજામાં પણ કહ્યું છે કે. પ્રકૃતિ સાતને કારણે ક્ષય છે , તિ માપ રસ માપ રે. શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયના વચનાનુસારે પણ પોતાના
સ્વરૂપને દેખી શકાય છે. સમતા પિતાના આત્મસ્વામીનું અનુભવજ્ઞાનથી દર્શન કરી શકે છે, એમ અનુભવમાં આવે છે. હવે સમતાના ઉદ્વારે જણાવવામાં આવે છે. સમતા કહે છે કે, હે સ્વામિન! તમારી
For Private And Personal Use Only