________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) જાણી શકે? તે પ્રમાણે મારા મનમાં જે વેદના થાય છે, તેને અન્ય શી રીતે જાણી શકે. મારી દશા જેવી જેઓની દશા થાય છે તેજ મારા મનની વેદનાને કદાપિ–કેઈક અંશથી–અનુભવવડે અવાધવા સમર્થ થઈ શકે. આત્મસ્વામીને પ્રેમ ખરેખર મારા મનની વિચિત્ર દશા કરે છે. મારા સ્વામિના વિરહથી અને તેમના અત્યંત
સ્મરણથી મારી દેહલતા થરથર ધ્રુજે છે. કેવી રીતે ધ્રુજે છે તે બતાવે છે; જેમ કેઈ વાનર ભ્રમિત થયે હોય અને વાનર ચૂથથી છૂટ પડ્યો હોય તે જેમ થરથર ધ્રુજે છે, તેમ હું પણ આત્મપતિના વિગે થરથર ધ્રુજું છું. અરે મારી આવી દશાથી શું પરિણામ આવશે તે સમજાતું નથી; માટે અરે ! કેઈસન્ત–ઉપકારી હોય તેઓ મારા સ્વામીનો મેળાપ કરી આપે. દયાળુ પુરૂષ સદાકાળ અન્યનાં દુઃખડાં ટાળવા પ્રયત્ન કરે છે. આ પણ ભાવપ્રાણુ રક્ષણ કરવારૂપ ભાવદયાનું કાર્ય છે, માટે કઈ સતે ભાવદયા લાવીને મારા આત્મસ્વામીને મેળાપ કરી આપો. મેળાપ કરાવી આપનારનો ઉપકાર કદાપિકાળે હું ભૂલીશ નહીં. સન્ત પુરૂષો અનેક પ્રકારનાં દુઃખ વેઠીને પણ અન્યનું શ્રેય કરે છે. મારે શુદ્ધ ચેતન સ્વામી જે મેળવી આપે તેનાં હું ઉવારણું લઉં. અહો! કોઈ ઉપકારી ઉપકાર કરે ! કરે!! देह न गेह न नेह न रेह न, भावे न दहा गाहा ॥ आनन्दधन वालो बांहडी झाले, निश दिन धरुं उमाहा रे ॥
મુને ! રૂ. ભાવાર્થ –સમતા કહે છે કે, મારા સ્વામીના મેળાપવિના મને દેહ (શરીર) ગમતી નથી; કારણ કે દેહમાં વસવાનું મુખ્ય પ્રયોજન એ છે કે સ્વામીને મેળાપ થાય. સ્વાભિવિના ઘરમાં રહેવું પણ ગમતું નથી. પતિ વિયોગી સ્ત્રીને ઘર પણ શમશાનની પેઠે શેક, અર્થાત ચિન્તા ઉત્પન્ન કરાવે છે. મારા શુદ્ધ ચેતનવિના દેહ અને ઘરની શોભા પણ કઈ કામની નથી. મારા સ્વામિવિના કેઈનાપર સેહ પ્રગટતો નથી. જગતમાં જે પ્રિય લાગે છે તેના પર સહ પ્રગટે છે. મારા શુદ્ધચેતન સ્વામિવિના હવે મને કઈ પ્રિય લાગતું નથી. કૃત્રિમ પ્રેમ તે પ્રેમ નથી, કૃત્રિમ સ્નેહ તે એહ નથી. સત્યપર પ્રેમ થયા પછી તે કેટી ઉપાયોથી પણ છૂટતો નથી. આત્મા અનંતસુખને મહાસાગર છે અને તે પિતાને સ્વામી છે; એમ જાણતાં અન્ય વસ્તુઓ૫રથી એહ ઉતરી જાય છે, એમ અત્ર અવબોધવું. મારા સ્વામિ વિના
For Private And Personal Use Only