________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩ )
છું અને તે વખતે અનુભવ દશાના યોગે મારી અપૂર્વ સ્થિતિને અનુભવું છું, તથા તે વખતે જગત્ છતાં પણ જગતનું ભાન ભુલાય છે અને સ્થિરપયોગમાં આધિ, વ્યાધિ અને ઉપાધિના દુઃખની ગંધ પણ જણાતી નથી. તેવા પ્રસંગે હું જાણું છું કે, અહે મારા અનન્ત જ્ઞાનાદિ ગુણવિશિષ્ટ આત્મસ્વામીના સંબન્ધમાંજ મારૂં અમૂલ્ય જીવન છે અને તેમની સાથે સ્વરૂપરમણતારૂપે તન્મય દશા કરીને રહેવું તેજ ઈષ્ટમાં ઈષ્ટ કર્તવ્ય સમજાય છે. સહજ નિત્ય સુખની ખુમારી આત્મામાં રમણતા કરવાથીજ ઉત્પન્ન થાય છે. આત્મા અને હું એકરૂપ છું; આવું એકય થતાં ઘણાં કર્મનાં આવરણા ટળે છે અને અપૂર્વ દર્શન ઉત્પન્ન થાય છે અને તેથી આત્મસ્વામી સંબન્ધ સહજપણે રહે છે; એમ સુમતિ પેાતાની સખી સમતાને કહે છે.
प्राननाथ विछरेकी वेदन, पार न पामुं अथाग थगोरी, आनन्दघन प्रभुदर्शन औघट, घाट उतारन नावमगोरी . ॥ ટોરી | ૨ ||
ભાવાર્થ:—સુમતિ કહે છે કે, હે પ્રાણનાથ ! તમારા વિરહની વેદ નાને હું પાર પામી શકતી નથી, કારણ કે વિરહરૂપ દુ:ખસાગરને કાંઠો દેખાતેા નથી અને તેના ઉંડાપણાને પણ પાર નથી; માટે હે આનન્દના સમૂહભૂત આત્મન્ ! હવે જલ્દી દર્શન આપે ! પ્રત્યક્ષપણે દર્શન આપે; પરાક્ષપણે પણ અનુભવયોગે તમારાં દર્શન થાય છે, પણ તેમાં હજી આવરણુ જણાય છે. આંધળા હસ્તના સ્પરૉવડે મનુષ્યને જાણે અને કોઈ દેખતેા આંખવડે સાક્ષાત્ મનુષ્યને જાણે, તેટલા પરાક્ષાનુભવ અને પ્રત્યક્ષમાં ફેર છે. સાક્ષાત્ પ્રત્યક્ષ આત્માનું દર્શન
આ કાળમાં નથી, તાપણુ ભાવના તે તેની વર્તે છે, તેથી સુમતિ પણ સાક્ષાત્ આત્માનાં દર્શન કરવાની પ્રાર્થના કરે છે. સુમતિ કહે છે કે, અનુભવ દર્શન અને અનુભવ સ્પર્શન કરતાં પ્રત્યક્ષ દર્શન અને પ્રત્યક્ષ તન્મયતારૂપે સ્પર્શન, અનંતગુણ અધિક છે, માટે હે આનન્દઘન આત્મન્ ! સાક્ષાત્ દર્શન આપે। અને પતિના સાક્ષાત્ દર્શનને વિયેગ તે રૂપ દુઃખસાગર ઉતરવાને, જિનાગમરૂપ નાવની માગણી કરૂં છું તે સ્વીકારે. જિનાગમરૂપ નાવમાં બેસીને વિયોગરૂપ દુ:ખસાગર ઉતરીને હે પ્રભુ ! તમારાં દર્શન કરવાની અત્યન્ત ઉત્કંઠાને હું ધારણ કરૂં છુ; એમ શ્રી આનન્દઘન મહારાજા પેાતાના હૃદયમાં અધ્યાત્મતત્ત્વનું ધ્યાન કરીને કહે છે.
For Private And Personal Use Only