________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨) મમતા અને માયાદિક ઠગે ! તમે ભાગી જાઓ, હવે તમારું કંઈ પણ ચાલવાનું નથી. આજસુધી હે ઠગે ! તમે એ જે દુષ્ટ આચરણે સેવ્યાં છે અને અન્યનાં ગળાં કાપ્યાં છે, તે હવે કંઈ મારાથી છાનું નથી. હે ઠગે ! તમે એમ વિચારતા હશે કે, આત્મા તે ઘેનમાં પડ્યો છે, તેમજ નિદ્રામાં ઉંધી ગયો છે, તેથી આપણને કેણ પુછનાર છે? પણ આવી મિથ્યા કલ્પનાને દૂર કરો, હવે તે મારા આતમપતિ જાગ્યા છે અને તે પોતાનું પરાક્રમ ફેરવ્યા વિના રહેનાર નથી. આત્મા બેભાન દશામાં માયા અને મમતાની બુદ્ધિ ધારણ કરીને તેઓની સાથે ફર્યો હતો, પણ હવે તે જાગ્યો છે. શુદ્ધ દૃષ્ટિથી સત્ય અને અસત્યની પરીક્ષા કરવાને સમર્થ થવાય છે. હવે તો તેઓ જડના ધર્મને જડ તરીકે જાણે છે અને ચેતનના ધર્મને ચેતન તરીકે જાણે છે, અર્થાત્ પિતાના ધર્મને અને પરના ધર્મને ઓળખવા શક્તિમાન થયા છે; હવે તેમની આંખમાં હે ઠગો ! તમે કાંઈ આંજી જાઓ તેમ જણાતું નથી. મારે શુદ્ધ ચેતન સ્વામી અનંત શક્તિનું ધામ છે, સિદ્ધ પરમાત્માને બંધુ છે. હે ગો! તે તમારે મૂળમાંથી નાશ કર્યાવિના રહે તેમ જણાતું નથી, માટે હવે વેલાસર મૂઠી વાળીને ભાગી જાઓ; હવે હું તમને ચેતાવું છું. સુમતિ કહે છે કે, મારે સ્વામી જાગ્રત થતાં હવે હું ઉત્સાહવાળી અને નિર્ભય બની છું, તેથી હવે તમે દગો કરાવવાને શક્તિમાન્ થવાના નથી; આ પ્રમાણે વિવેક દૃષ્ટિવાળી સુમતિ, ઉદ્વરે કહાડે છે અને પિતાની ભેદદૃષ્ટિને અનુભવ ખ્યાલ કરાવે છે. भ्रात न तात न मात न जात न, गात न वात न लागत गोरी, मैरे सबदिन दरसन परसन, तान सुधारस पानपयो(गो)री. ॥
|
મોરી | ૨. ભાવાર્થ–સુમતિ કહે છે કે, હવે તો મને ભ્રાત-તાત-ભા જાતિ, અને સ્વકીય શરીરની પણ વાત કરવી છે સુમને ! સારી લાગતી નથી. હવે તે મારા પતિના સ્વરૂપમાં હું લયલીન થઈ ગઈ છું. હવે મને સર્વ દીવસ આત્મપતિનું દર્શન અને તેમને સ્પર્શ કરવો તે સ્પર્શ ન અને તેમની સાથે લીન થઈ જવું તે તાનરૂપ અમૃતરસ તેમાં ગરકાવ થઈ જવું તેજ ગમે છે. દુનિયાના કોઈ પણ પદાર્થમાં મારું ચિત્ત લાગતું નથી. સુમતિ કહે છે કે, સમતે ! મને મારા આત્મસ્વામીના અનંતગુણ વિશિષ્ટ સ્વરૂપમાં લીનતા થઈ જાય છે. મારા સ્વામીના ગુણે વિચારું છું ત્યારે આનન્દમય બની જાઉં છું. જ્યારે મારા સ્વામીના ગુણેનું
સ્વરૂપ વિચારતાં વિચારતાં, ધ્યાતા, ધ્યાન અને યેય એ ત્રણની એકતારૂપ એક તાન થઈ જાય છે ત્યારે આનન્દરૂપ અમૃતરસનું પાન કરૂં
For Private And Personal Use Only