________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨ )
માં પણ ઘણાં દૃષ્ટાંત વાંચવામાં તથા સાંભળવામાં આવ્યાં છે કે, પતિના વિરહે ઘણું સ્ત્રીઓના પ્રાણ તુર્ત ચાલ્યા ગયા છે. અન્તરમાં પણ વિચારીએ તો શુદ્ધચેતન પતિ વિના, શુદ્ધચેતનાના ચૈતન્યત્વ પ્રાણ રહી શકતા નથી. શુદ્ધ ચેતના અને શુદ્ધચેતન કદાપિ કાળે પુષ્પ અને પુપની વાસ, તેમજ મણિના પ્રકાશની પેઠે જુદાં પડી શકતાં નથી. શુદ્ધ ચેતન સ્વામી જેમ જેમ અસંખ્યાત પ્રદેશરૂપ ઘરપ્રતિ પ્રયાણ કરતા જાય છે અને ચોથા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકની ભૂમિ ઉલ્લંઘતા જાય છે, તેમ તેમ શુદ્ધચેતનાના ચેતન્યરૂપ પ્રાણુ બળવાનું થતા જાય છે અને શુદ્ધ ચેતનાનું વાન વળતું જાય છે, શુદ્ધ ચેતનાને આનન્દનો પાર રહેતો નથી, પણ જ્યાંસુધી શુદ્ધ ચેતન સ્વામી પિતાની સ્ત્રીને દર્શન આપે નહીં ત્યાંસુધી શુદ્ધતના સતી, ખરેખર આ પ્રમાણે પતિના વિરહથી અન્તરમાં પ્રગટતી દશાને જણાવે તે ગ્ય છે. આત્મસ્વામીના વિયોગથી શુદ્ધ ચેતનાના પ્રાણુ ક્ષણે ક્ષણે નીકળે છે, તેને વિરહ દશારૂપ સર્પ પીવે છે, એમ અન્તરમાં જોતાં જણાશે. શુદ્ધ ચેતના કહે છે કે, તે સમેતે ! હવે હું આગળ વધીને કંઈક કહું છું તે તું સાંભળ.
शीतल पंखा कुमकुमा, चंदन कहा लावे हो, अनल न विरहानल पेरै, तनताप बढावे हो. ॥ पिया० ॥४॥
ભાવાર્થ:-સમતાએ જાણ્યું કે, અહો ! શુદ્ધ ચેતનાના પ્રાણુ નીકળવા માંડ્યા છે, તેને મૂછ આવે છે, તેની આંખો ઠેકાણે-સ્થિર જણાતી નથી, હવે શું કરવું? આમ વિચાર કરતાં તેને સુજી આવ્યું કે, શીતળ ઉપચાર કરવાથી કંઈક શુદ્ધ ચેતનાને શાન્તિ વળશે. એમ નિશ્ચય કરીને સમતાએ જળ છાંટેલા પંખાથી પવન નાખવા માંડ અને શરીરે બાવન ચંદનનો લેપ કર્યો; બાવન ચંદન ગમે તેવા તાપને શાન્ત કરે છે. સર્વ પ્રકારના ચંદનમાં ઉત્તમોત્તમ બાવના ચંદન ગણાય છે. કુમકુમ આદિથી તેના શરીરને શીતળ કરવા અનેક પ્રકારના પ્રયત્ન કર્યો, પણ શુદ્ધ ચેતનાને જરા માત્ર શાતિ વળી નહીં, ઉલટું શીતળ ઉપચાર હેતુઓથી વધારે તાપ થવા લાગ્યો અને હૃદય બળવા લાગ્યું અને શ્વાસે છાસ પણ ઉણું નીકળવા લાગે. સમતા તો વિચારમાં પડી ગઈ અને પૂછવા લાગી કે, હે સખી ! શીતલ ઉપચારે તને કેમ ગુણ કરી શકતા નથી ? ત્યારે શુદ્ધ ચેતના કહેવા લાગી કે, હે સખી સમતા ! આ કંઈ અનલ (અગ્નિ) નથી, પણ આ તો પતિના વિયેગરૂપ વિરહાનલ છે, અનલની પેઠે તનને તાપ વધારનાર માત્ર આ વિરહાનલ નથી, પણ આ વિરહાનલ જુદા પ્રકા
For Private And Personal Use Only