________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૧) આપે છે તેટલું દુઃખ, અન્ય કઈ આપવા સમર્થ નથી. સ્નેહીઓ સ્નેહનું સ્વરૂપ જાણી શકે છે. ગર્ભિણ સ્ત્રી ગર્ભની વેદનાને અનુભવ કરી શકે છે; પણ વધ્યાસ્ત્રીને ગર્ભિણુના દુઃખનો અનુભવ થઈ શકતો નથી. પતિ વિગી સ્ત્રીજ પતિ વિયોગી સ્ત્રીના દુઃખનો અનુભવ જાણે છે. પ્રેમમય પતિનું સ્વરૂપ જે જાણે છે તે સ્ત્રી, પતિના વિયોગથી અત્યંત દુઃખી થાય છે. શુદ્ધચેતન પતિ પર પ્રેમ થયા બાદ શુદ્ધ ચેતનના વિયોગથી બિલકુલ ગમતું નથી, મારે પણ એવું થયું છે, તેથી તે સમતે ! હવે એટલું કહું છું કે, કેઈ સેહ કરશો નહીં. નેહિજ સ્નેહની કિસ્મત આંકી શકે છે. શુદ્ધ ચેતના પ્રેમના યોગે આ પ્રમાણે કહે છે. પ્રિય પ્રેમી વિલેગી સ્ત્રીના આવા ઉદ્ગારે નીકળે છે. ચેતનાએ પિતાના સ્વામીનું
સ્વરૂપ ઓળખ્યું ત્યારે તેને શુદ્ધાત્મપતિ પર પ્રેમ પ્રગટો. આભા ઉપર પ્રેમ તો પ્રગટયે, પણ પક્ષ દશામાં સાક્ષાત્ આત્મસ્વામી દેખાતો નથી, તેથી સ્મૃતિરૂપ ઝરૂખામાં બેસી ચેતના, આત્માને સાક્ષાત દેખવાની રાહ જોઈ રહી છે. ચેતના એટલા બધા સ્થિર ઉપયોગમાં રહીને દેખે છે કે, તેને થાક લાગે છે. સાક્ષાત આત્માને દેખવાના અભાવરૂપ વિયોગથી ચેતના ઝર્યા કરે છે અને તે સમતાને પોતાની સ્થિતિ જણાવે છે. ચેતનાને પરોક્ષ ભાવે સ્નેહ થાય છે, પણ તેરમા ગુણસ્થાનકની પ્રાપ્તિ વિના આત્મા સાક્ષાત દેખાતો નથી, તેથી એહ કર્યા છતાં પણ ગુણસ્થાનકના અભાવે દર્શન થતાં નથી, માટે દર્શનના અભાવે દુઃખ થાય છે, તેથી તે પિતાનો બળાપો જાહેર કરે છે.
प्रीतम प्राणपति विना प्रिया कैसे जीवे हो, प्रान पवन विरहादशा भुयंगम पीवे हो. ॥ पिया० ॥ ३ ॥
ભાવાળું–શુદ્ધચેતના કહે છે કે, મારા શુદ્ધચેતનરૂપ પ્રિય પ્રાણપતિ વિના હે સમતે ! હું તેની વહાલી શી રીતે જીવી શકું? મારા પ્રાણ મારા પતિ છે, મારા શ્વાસોચ્છાસ પણ મારા સ્વામી છે; મારી આંખ અને પાંખો મારા પ્રાણપતિ છે. સતી સ્ત્રીઓનું સર્વસ્વ તેમનું નથી પણ તેમના સ્વામીઓનું છે. સતી સ્ત્રીઓ પોતાનું સર્વસ્વ પોતાના પ્રાણુપતિનું માને છે, તેઓ પોતાના પ્રાણ પણ એવા સંબન્ધમાં જોડે છે કે, પિતાના પતિની સાથે એકરસરૂપ થઈ જાય છે, તેથી પતિના વિયેગે પ્રાણુ રહે નહીં એમ બને છે. તે સમતે ! મારા આત્મપતિના વિરહ, વિરહ દશારૂપ સર્પ, પ્રાણુ પવનનું પાન કરી જાય છે. સારાંશ કે વિરહ દશાથી પ્રાણુનો નાશ થાય છે, માટે હવે હું જીવી શકું તેમ નથી. જગ
ભ. ૧૬
For Private And Personal Use Only