________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતન સ્વામીની સાથે એકતાનો અનુભવ કરે છે, તે પણ તેરમા ગુણસ્થાનકની પ્રાપ્તિ વિના પોતાના ચેતન સ્વામિને સાક્ષાતપણે મળી શકતી નથી, તેમ પોતાના ચેતન સ્વામિને સાક્ષાપણે પ્રાપ્ત કર્યા વિના ચેતના ઠરીને ઠામ બેસી શકતી નથી. પિતાના સ્વામિને સાક્ષાત્ સંબન્ધ થયા વિના ચેતનાના ઉપર્યુકત ઉગારે નીકળે છે. મેહનીયકર્મના ઉદયથી ચેતન ઉપરના ગુણસ્થાનકમાં ચઢીને પાછા પડી જાય છે, તેથી તેમને વિરહ થવાથી ચેતનાની આવી દશા થઈ છે, એમ ચેતના પોતાના ઉદગારોને જણાવે છે.
मोहनी मोहन ठग्यो, जगत ठगारीरी; વીઝિયે માનયિન, વાદ હમારી. || તર૦ રૂ .
ભાવાર્થ:- શુદ્ધચેતના કહે છે કે, હે સમતાસખી ! મેહ પમાડનારા એવા મારા ચેતન સ્વામીને, ઠગારી એવી મોહિનીએ ઠગે છે. મોહિની સર્વ જીવોને જડ વસ્તુઓમાં મુંઝાવીને પોતાના કબજામાં રાખે છે. ત્રણું ભુવનમાં મોહિનીનું જોર વ્યાપી રહ્યું છે. મોટા મોટા મુનિને પણ માહિની હેઠળ પાડે છે. મેહિની સર્વ જગતને ઠગે છે. દુનિયા આંધળી થઈને મોહિનીના પાશમાં ફસાઈ જાય છે. રણસંગ્રામમાં કરે મનુષ્યોનો નાશ કરનાર એવા દ્ધાઓ પણ, માહિનીના દાસ બનીને માહિનીને પગે લાગે છે. જગતના લોકો માહિનીના પાશમાં ફસાઈ જઈને પોતાનું શુદ્ધ સ્વરૂપ અવલોકવા સમર્થ બની શકતા નથી. માહિનીના પેટમાં અજ્ઞાન જી કીડાની પેઠે પરભાવરૂપી વિષ્ટા ચુંથી રહ્યા છે. જગતના લોકો દેખતી આંખે પણ આંધળાની પેઠે મોહિનીના સંગમાં સુખ માની પ્રાણુનો પણ નાશ કરે છે. અનાદિ કાળથી લાગેલી એવી મહિની પિતાનું સમગ્ર બળ વાપરીને જીને પુતળીની પેઠે પંચેન્દ્રિય વિષયનાટકમાં નચાવે છે. જગતની મોહિનીના પાશમાં ફસાએલા છે, જયંત્રની પેઠે ઉઠે છે, બેસે છે, ખાય છે અને પીએ છે. મહિનીના તાબામાં જગતના સર્વ જીવે છે, તેનામાં એવી ઇંદ્રજાળ શકિત છે કે, લેકે સત્યને અસત્ય કરી માને છે અને અસત્યને સત્યતરીકે માને છે. હે આનન્દઘન ચેતન સ્વામી ! આપ હવે મોહિનીની માયાજાળને તોડી નાખે અને મારા હૃદયમાં આપના પક્ષપણાથી વિયોગરૂપ દાહ ઉત્પન્ન થાય છે માટે, પુષ્પરાવર્ત મેઘસમાન એવું આપનું દર્શન દ્યો, કે જેથી મારા હૃદયને દાહ શાન્ત થાય અને આનન્દની છાયા છવાઈ જાય; એમ શ્રી આનંદઘનજી કહે છે,
For Private And Personal Use Only