________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪) થયું છે. હે સખી! તીણ કટાક્ષની છટા, મને સ્વામિના વિયોગે હદયમાં કટારી મારી હોય અને જેવું દુઃખ થાય, તેવું દુઃખ ઉત્પન્ન કરે છે. સ્વામિના પ્રેમવિના સુખનાં કારણે પણ મને દુઃખરૂપે પરિણમ્યાં છે. સંતોષ, વૈરાગ્ય, વિનય અને વિવેક, વગેરે મારા સ્વામિના મિત્રો પણ મને શાન્તિ આપવા સમર્થ થતા નથી. હવે હું શું કરું? હે સમતા સખી! મન વચન અને કાયાએ હું મારા સ્વામિની આજ્ઞા ઉઠાવવા તત્પર થઈ છું, તેમ મારામાં જે કંઈ ભૂલ આવી હોય તો, મારા સ્વામિની આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર થઈ છું. હે સમતા સખી ! હવે તો તું મારા સ્વામિને સમજાવીને મારા ઘેર લાવ! કારણ કે પ્રમત્તદશા ટાળીને અપ્રમત્તદશાવડે મારા સ્વામિની આજ્ઞા ઉઠાવવા હું તત્પર બની છું. મારા સ્વામી મારા સ્થિરતારૂપ ઘરમાં આવ્યાવિના મને કઈ પણુ રીતે ચેન પડનાર નથી. અનત ગુણેની અસ્તિતા અને અનન્તગુણાની નાસ્તિતારૂપ ધર્મ મારા સ્વામીમાં રહ્યો છે. મારે આત્મસ્વામી વ્યવહારનયવડે અનેકરૂપ છે અને નિશ્ચયનયવડે એકરૂપ છે.
सायक लायक नायक, प्रानको पहारीरी, काजर काज न लाज बाज, न कहुं वारीरी. ॥ तर०॥२॥
ભાવાર્થ-શુદ્ધચેતના કહે છે કે, હે સમતાસખી! મારે આત્મનાથ આવા પ્રસંગે મારી આશાને પૂર્ણ કરતા નથી, તેથી તે બાણસમાન લાગે છે, હૃદયમાં લાગેલું બાણ જેમ પ્રાણુને અપહાર કરે છે, તેમ મારે શુદ્ધ ચેતન સ્વામી પણ આવા ટાણે મને મળતો નથી, તેથી બાણની પેઠે પ્રાણપહારક બન્યો છે. હવે મને કાજળનું પ્રજન જણાતું નથી; કાજળનું કાર્ય સુખાવસ્થામાં હોય છે. હવે લાજની પણ જરૂર નથી. હે સમતા સખી! સ્વામિને મળવાની અત્યંત ઈછા ઉત્પન્ન થઈ છે. જ્યાં ત્યાં મને સ્વામિનું જ મનન થાય છે. ચતુર્થ ગુણસ્થાનથી ચેતનાની શુદ્ધિ થતી જાય છે. ચોથા ગુણઠાણું કરતાં પાંચમા ગુણ સ્થાનકમાં ચેતનાની અનન્ત ગુણ વિશેષ શુદ્ધિ થતી જાય છે. પાંચમા ગુણસ્થાન કરતાં છઠ્ઠા ગુણસ્થાનકમાં ચેતનાની અનન્ત ગુણું વિશેષ શુદ્ધિ થતી જાય છે. છઠ્ઠા ગુણઠાણું કરતાં સાતમામાં ચેતનાની અનત ગુણ વિશેષ શુદ્ધિ થાય છે, એમ ઉપર ઉપરના ગુણસ્થાનકમાં ચેતનાની વિશેષ પ્રકારે શુદ્ધિ થતી જાય છે. ચેતના પિતાના આત્મસ્વામીનું વારંવાર સ્વરૂપ વિચાર્યા કરે છે. આઠમા ગુણઠાણુથી ક્ષપકશ્રેણિનો તથા શુકલ યાનને આરંભ થાય છે. શુકલ ધ્યાનમાં શુદ્ધચેતના પિતાના
For Private And Personal Use Only