________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
મમતા થતી નથી; હવે ફક્ત એક શુદ્ધ ચેતનપર દૃઢ પ્રીતિ ઉપજી છે. મારા ચેતન સ્વામી છે તેજ સુખના સાગર છે, એમ અનુભવ થયા છે.
लोक लाज नाहीं काज, कुल मरयादा छोरी हो; लोक बाउं हसो बिरानो, अपनो कहत न कोरी हो . ॥
For Private And Personal Use Only
० ॥ २ ॥
ભાવાર્થ:—શુદ્ધચેતના કહે છે કે, હે સમતા સખી ! હવે લાકલજ્જાનું અંશમાત્ર પણ કાજ (કાર્ય) નથી, લેાકની લાજ રાખીને કયાંસુધી બેશી રહેવું? કેમકે લેાકની લાજ રાખવામાં આવે છે તેા, આત્મસ્વામિની પ્રીતિના સંબન્ધ પરિપૂર્ણ ભજવી શકાતા નથી. હવે મારે અને દુનિયાને મેળ આવે તેમ જણાતું નથી. મારે આત્મસ્વામિનીસાથે પ્રીતિ છે, ત્યારે લોકોની દુનિયાના જડ પદાર્થોનીસાથે પ્રીતિ છે. મારે સહજ સુખ ધારણુ કરવા ઇચ્છા છે, દુનિયા તા કૃત્રિમ સુખમાં રાચીમાચી રહી છે. મને સત્સ્વરૂપમાં રમણુતાની લય લાગી છે, લોક તેા અસમાં લય લગાડે છે. હું નિર્મલ થવા પ્રયત્ન કરૂંછું, દુનિયા મલીનતાની વૃદ્ધિમાં ઘસડાતી જાય છે. મારે અન્તરદૃષ્ટિથી અન્તરનું સામ્રાજ્ય નિરખવાનું છે, દુનિયા આઘદષ્ટિથી માલસામ્રાજ્ય નિરખે છે. મારી દૃષ્ટિ લાકથી વિરૂદ્ધ છે અને લાકનું વર્તન મને વિરૂહૂઁ લાગે છે; દબાઈ દખાઈને લેાકની દૃષ્ટિ પ્રમાણે બાહ્યથી આજ સુધી વર્તન ચલાવ્યું પણ હવે અન્તરથી લાક વિરૂદ્ધ મારૂં મન કાર્ય કર્યાં કરે છે. જે લેાકને ઈષ્ટ નથી, તેને હું ઇષ્ટ ગણું છું, માટે એવું પરસ્પર વિકાર્ય તજીને મેં તે સર્વે સંગ પરિત્યાગ કરી, મારા આત્મસ્વામિનીસાથે પ્રીતિ જોડી અને લોકલજ્જાના ત્યાગ કર્યો, તેમજ અનાદિકાળથી પરભાવ સંબન્ધ વર્તનરૂપ કુળમર્યાદાને છેડી છે, અર્થાત્ મારા ચેતનસ્વામિની પ્રીતિ રમણતામાં વિગ્ન કરનારી કુળમર્યાદાથી કંઈ પણું સુખ પ્રાપ્ત થવાનું નથી એવું જાણી મેં સત્ય આત્મસ્વામિના પ્રેમના માર્ગ પકડયો છે. મારાથી અ સંબન્ધી એવા સાંસારિક માર્ગમાં ગમન કરનારા અને મુક્તિમાર્ગ તરફ અરૂચિ ધારણ કરનારા લાક હસેા, ગમે તે બેલા, મારી મસ્કરી કરે, તે પણ હવે હું પાછી હડવાની નથી. હું જાણુંછું કે દુનિયા પારકી વાત કરવામાં શ્રી પૂરી હાય છે, પારકાની વાત કરવામાં રાત્રી અને દીવસ ગાળેછે, પણ દુનિયા પેાતાના સ્વાર્થની વાત કોઈની આગળ જરામાત્ર પણ કહેતી નથી, અર્થાત્ પારકાને સર્વે કહેવા દોડે છે, પણ પેાતાની વાત કહેતાં અચકાય છે. આવી દુનિયા ગમે તે ધારે પણ મારે આત્મસ્વામિના પ્રેમથી છુટું પડવાનું નથી.