________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭ )
માટે અનેક પ્રકારનાં અનુષ્ઠાન કરું છું, તને મળવાને માટે હું અનેક પ્રકારની ધર્મની ક્રિયાઓ કરું છું, તારા ગુણેનાં ગીત પ્રેમ ધારીને જ્યાં ત્યાં અવસર પામીને ગાઉં છું, તારી શેભાનું વર્ણન કરું છું, હે શુદ્ધ ચેતન ! હવે મને મળ. આપના જે જે અપરાધો કર્યો હોય તદર્થે અનેક પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કરું છું, આપના મેળાપના માટે સર્વ વસ્તુને ત્યાગ કરી ભાગવતી દીક્ષા અંગીકાર કરી તને, વનમાં, ગુફામાં, પહાડમાં અને આકાશમાં જોયા કરું છું, હે શુદ્ધ ચેતન ! આપની પ્રાપ્તિ માટે મેં જવસ્તુઓમાં થતી પ્રિયાપ્રિય બુદ્ધિને પણ ત્યાગી છે, હવે તે એક આધાર તારો છે. તારા દર્શનવિના એક ક્ષણ પણ કરેડ વર્ષ જેટલે લાગે છે, માટે હે શુદ્ધ ચેતન ! હવે તું પ્રત્યક્ષ પ્રમાણુથી દર્શન આપ. આ પ્રમાણે હું ક્ષણે ક્ષણે શુદ્ધ ચેતનાને જાપ જપીને પ્રાર્થના કરું છું એમ સમતા પિતાના અનુભવ મિત્રને કહે છે. आतुर चातुरता नहीं रे, सुनि समता टुक बात । आनन्दघन प्रभु आय मिले प्यारे, आज घरे हर भात. ॥ मि०॥५॥
ભાવાર્થ-સમતા અનુભવ મિત્રને કહે છે કે, હે અનુભવ! તું કદાપિ એમ કથીશ કે આટલી બધી પોતાના શુદ્ધ ચેતન સ્વામીને મળવાની આતુરતા રાખવી તે ગ્ય નથી, કારણ કે ઘણી આતુરતામાં ચાતુરીનો વિવેક રહેતો નથી. આના ઉત્તરમાં હું એટલું કહું છું કે હે અનુભવ ! પિતાના શુદ્ધ ચેતન સ્વામીને મળવાને આતુર થએલી સ્ત્રીને ચાતુર્થ ન રહે તો તેથી પ્રેમમાં હાનિ નથી, કારણ કે ઘણું આતુરતા થઈ હોય ત્યારે જોઈએ તેવું ચાતુર્ય દેખાડી શકાતું નથી અને રહેતું પણ નથી; માટે મારા સંબંધી તમારે અત્યંત વિચાર કરવો ઘટે છે અને મારા શુદ્ધ ચેતન સ્વામિને મેળાપ કરાવી આપો ઘટે છે. તમે જ્ઞાની છે. હવે વિશેષ હું કંઈ પણ તમારી આગળ કહી શકતી નથી, આ પ્રમાણે સમતાનું બોલવું સાંભળીને અનુભવે તેણની સર્વ વાત તેણુના સ્વામી શુદ્ધ ચેતનને કહી, તેથી સમતાને પડતા દુઃખની વાત સાંભળીને શુદ્ધ ચેતનના મનમાં ઘણું લાગી આવ્યું, અને આનંદના સમૂહભૂત એવા આત્મપ્રભુ રમતાના ઘેર આવી અનેક પ્રકારે સમતાને સુખના દાતાર બન્યા. સમતા પિતાને સ્વામી, શુદ્ધ ચેતનના સમાગમથી સુખી બની.
૧ આતુરત્તા નદિ ચાતુરી રે એવો ડહેલાની પ્રતિમા પાડે છે. સમતા કળે છે કે, જ્યાં પ્રિચસ્વામિને મળવાની મનમાં આતુરતા છે ત્યાં ચાતુરી રહેતી નથી, તેથી મારી ચાતુરી તરફ લક્ષ ન દેતાં મારી આતુરતાને લક્ષ્યમાં રાખીને હે સ્વામિન! હવે મને કૃપા કરીને મળે.
ભ. ૧૩.
For Private And Personal Use Only