________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લું બધું દુઃખ સહન કરે છે અને તારા પતિને તે તારે હીસાબ નથી. અરે તું ગાંડી છે. તે બાવરી બની ગઈ હોય, એમ જાણે બેલતી હોય, તે પ્રમાણે આચરણ કરીને અંધારી રાત્રી મને હસે છે. અંધારી રાત્રી આ પ્રમાણે મને દેખી હસે છે તે વાતને પણ હું સહન કરું છું. હવે તે મારે માથે દુ:ખના પેટલા એટલા બધા પડ્યા છે કે તેનો પાર પામી શકતી નથી. મારા પતિના વિયોગથી રોઈ રેઈને અશ્રની ધારા વહાવીને ભાદરવા માસના કાદવની પેઠે કાદવ કરી નાખે, તેથી ચક્ષનું તેજ પણ ઘટી ગયું, પણ અશ્રુધારા રૂદન કરવાથી પણ મારા આત્મસ્વામીને બિલકૂલ મારી દયા આવી નહીં. સ્વામી વિયેગીની સ્ત્રીનું હૃદય દુ:ખના સાગરમાં ડુબી ગએલું હોય છે તેથી તેને સહજ સુખનું સ્વપ્ર પણ આવતું નથી, તે હે અનુભવ ! તું સારી પેઠે જાણે છે માટે તું મારા સ્વામીનો મેળાપ કરી આપ. સ્વામી વિવેગિની સ્ત્રીના મનમાં અસંખ્ય વિચારો પ્રગટે છે અને વિઘટે છે. સમતા પરમાત્મ સ્વામીને મળવા માટે સદાકાળ આતુર રહે છે. પરમાત્મ સ્વામીને મેળવે છે ત્યારે જ તે ઠરીને સ્થિર થાય છે. ઉત્કૃષ્ટ સમતાથી બે ઘડીમાં પરમાત્મ સ્વામીનો ત્રદશમા ગુણસ્થાનકમાં મેળાપ થાય છે. છુધસ્થાવસ્થામાં સમતાના પણ ગુણસ્થાનકની અપેક્ષાએ ભેદ પડે છે. અનુભવ મિત્રને પામી સમતા આ પ્રમાણે હદયના ઉદ્ધાર કાઢે છે. સમતા પિતાના સ્વામીને જાપ જપે છે તે પણ હવે બતાવે છે. चित्त चातक पीउ पीउ करे रे, प्रणमे दोकर पीस । अबला शुं जोरावरी प्यारे, एती न कीजे रीस० ॥मि०॥४॥
ભાવાર્થ –હે અનુભવ ! મારૂં ચિત્તરૂપ ચાતક મારા આત્મરૂપી મેઘને મળવાને માટે પિઉ પિઉ એવા શબ્દની રટના રહ્યા કરે છે અને બે હાથ જોડીને નિત્યાનિત્ય ધર્મમય શુદ્ધ ચેતન સ્વામીને પ્રણમે છે, અને કથે છે કે હે વહાલા ! અબળાથી જોરાવરી કરીને આટલી બધી રીસ ન કરવી જોઈએ. આ પ્રમાણે મારા સ્વામીનો હું ક્ષણે ક્ષણે પ્રિય પ્રિય આત્મા એવા શબ્દોથી ચાતકની પેઠે જાપ જપ્યા કરું છું, મન વાણી અને કાયાએ ત્રણ યુગના બળવડે મારા સ્વામીને રીઝવવા હું બને તેટલે પ્રયત્ન કરું છું. હે સ્વામિન્ ! હવે તે કૃપા કરીને મારા ઘેર પધારો અને સાક્ષાત દર્શન આપે. તારા માટે હું અનેક પ્રકારનાં તપ તપું છું, તારા
૧ વિત્તવત્ત નિgશ રિરે એવો ડહેલાની પ્રતિમાં પાડે છે. ચિત્તરૂપ ચાતક ચારે દિશાએ ફરે છે, એવો ત્યાં અર્થ લેવો.
For Private And Personal Use Only