________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ex)
આપનામાં અનન્તગુણે નાસ્તિભાવે રહ્યા છે. એક જડ વસ્તુ અન્ય જડ વસ્તુને પેાતાની સંગતિના સામર્થ્યથી પેાતાના જેવી બનાવી શકે છે. આપ તે ચેતનૢ છે, આપની શક્તિ જેવી કોઈની ત્રણ ભુવનમાં શક્તિ નથી. માટે હવે કૃપા કરીને મારા સ્વીકાર કરીને મને આનન્દઘનત આપના જેવી બનાવા એમ સુમતિ કથે છે. એ પ્રમાણે પેાતાના હૃદયાદ્વારને શ્રી આનન્દઘનજી કાઢે છે.
पद ३३.
(ર૧ ગોડી. )
मिलापी आन मिलावोरे, मेरे अनुभव मिठडे मित्त. ॥ मि० ॥ चातक पीउ पीउ रटेरे, पीउ मिलावन आन;
जीव पीवन पीउ पीउ करे प्यारे, जिउ निऊ आन ए आन. | मि० ॥ १ ॥
ભાવાર્થ—સમતા પેાતાના પ્રિય અનુભવ મિત્રને કહે છે કે, હું મેલાપી (મેલાપ કરાવી આપનાર) તમે આવીને મારા સ્વામીની સાથે મેલાપ કરાવી આપેા. સમતા પ્રાપ્ત થાય તાપણું અનુભવજ્ઞાનિવના આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવામાટે પિસ્તાલીશ આગમ વગેરે જિનાગમાને ગુરૂગમ લેઇને અભ્યાસ કરવા જેઈ એ. સિદ્ધાન્તાના અભ્યાસ કર્યાબાદ આત્માનું ધ્યાન ધરવું જોઈએ. આત્માનું ધ્યાન કરતાં કરતાં આત્મસમાધિ પ્રાપ્ત થાય છે અને પશ્ચાત્ આત્માનુ ભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવજ્ઞાનવિના આત્માના મેળાપ થતા નથી માટે સમતા અનુભવમિત્રને વિજ્ઞપ્તિ કરે છે. સમતા પેાતાના હૃદયની વાત અનુભવને જણાવે છે. મેઘરૂપ પ્રિયના સામું દેખીને પપૈયા પંખી પિ પિ, ( પ્રિય પ્રિય) એવા શબ્દો રટ્યા કરે છે. પ્રિય એવા મેઘને એલાવીને લાવવામાટે તે પિઉ પિ મેલ્યા કરે છે, તેમ મારા જીવરૂપ પપૈયા પેાતાના શુદ્ધાત્મરૂપ સ્વામીને ઘેર લાવવામાટે પિઉ પિઉ, ( પ્રિય પ્રિય ) એવા શબ્દશ રહ્યા કરે છે. મારા સ્વામી તે મેઘની ઉપમાને ધારણ કરે છે અને મારા જીવ પપૈયાની ઉપમાને ધારણ કરે છે. જેમ પપૈયાને મેઘથી પ્રેમ લાગ્યા છે અને મેઘના સંયોગથી આનન્દ પામે છે તેમ મારો જીવરૂપ પપૈયા આત્મારૂપ મેઘની પ્રાપ્તિમાટે સદાકાલ તેનું સ્મરણ કર્યાં કરે છે અને આત્મારૂપ મેધની પ્રાપ્તિ થતાં પરિપૂર્ણ આનન્દને ધારણ કરે છે. હું અનુભવ ! હું સદાકાલ શ્વાસે
ાસે મારા આત્મસ્વામીના જાપ જપ્યા કરૂં હું અને મારા મનમાં થતુ જાપ દેખાને શ્વાસેાચ્છ્વાસ પણુ હંસ એવા શબ્દથી મારા હંસ સ્વામીના
For Private And Personal Use Only