________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) જેમ વાર મળે તેમ મળી છું. કસુમ અને કુસુમની વાસ એ બે જુદાં નથી તેમ હું પણ મારા પતિને એવી રીતે મળીને રહું છું અ
તું મારા સ્વામીના ધ્યાનમાં તલ્લીન બની છું. મારા સ્વામીરૂપ દ્રવ્યમાં રહેલા ગુણપર્યાયરૂપ અંગેનું ધ્યાન ધર્યા કરું છું. મારા સ્વામીમાં રહેલા પ્રત્યેક ગુણેનું એક સ્થિર ઉપગથી સ્મરણ કરું છું. મારા સ્વામીના ગુણામાં એવી લીન બની ગઈ છું કે એક ક્ષણમાત્ર પણ બાહ્યમાં લક્ષ્ય દેવું એ મને રૂચતું નથી. મારામાં રહેલી રમણતારૂપ લેહચુંબક શક્તિ વડે મારા સ્વામીને આકર્ષે છે. કારણ કે આ કર્ષણશક્તિ વિના સ્વામીનું મન ખેંચી શકાતું નથી. મારી મારા સ્વામી ઉપર પૂર્ણ વિશ્વાસથી પ્રીતિ છે તો મારા સ્વામીને મારાપર ભાવ થવાને એમ નિશ્ચય સિદ્ધાંત છે. સ્ત્રીના મનમાં સ્વામી ઉપર પૂર્ણ પ્રેમ હોય છે તોજ સ્વામીનું મન આકર્ષવા શક્તિમાનું થાય છે. પિતાના સ્વામીનું પૂર્ણ ભાવથી આરાધન કરનારી સ્ત્રી પિતાના સ્વામીને પ્રાપ્ત કર્યા વિના રહેતી નથી. શુદ્ધ પ્રેમભાવ જે સજીવન અને આકર્ષણ મન્ચ કઈ નથી, એવો મેં નિશ્ચય કર્યો છે તેથી જ હું મારા સ્વામીના ગુણેની સાથે તન્મયતાથી પરિણમી છું. ऐंठी जान कहा परे एती, नीर निवहिये भैसें । गुन अवगुन न विचारोआनन्दघन,कीजिये तुम तेसै०॥नि०॥३॥
ભાવાર્થ-ભેસાએ (પાડાએ) એઠું કરેલું નીર જાણુએ છીએ તેપણ તેથી નિર્વાહ કરવો પડે છે. એટલું જાણીને હે સ્વામિન્ ! તમે મારામાં ગુણ છે અને અવગુણ છે તેનો વિચાર ન કરો. તમે મને ગમે તેવી પણ પિતાની જાણીને મારૂં નિર્વહન કરે, અને આપની સાથે સદાકાળ રાખે. હે સ્વામિન ! આપ તો સાગરની પેઠે ગંભીર છો. આપ સર્વ વાતોને પિતાના હૃદયમાં રામાવી શકે છે. તેથી મારા ગુણ અને અવગુણનો વિચાર કર્યા વિના મારે સ્વીકાર કરે. પાર્શ્વમણિના સમ્બન્ધથી લેહ જેમ સુવર્ણ બની જાય છે, તેમ હું પણ આપના સબધથી શુદ્ધ કેવલ ચેતનારૂપ બની જઈશ. પાષાણુ જેવા અજ્ઞા પણુ જ્ઞાનિની સંગતિથી જ્ઞાની બને છે. વાસંતિ વિં રતિ jતાં. ઉત્તમ પુરૂની સંગતિ કહો કે શું કરી શકતી નથી. હે સ્વામિનું ! આપ જેવા છે તેવી મને આપ કરવાને સમર્થ છે. આપની અનનત શક્તિ છે. હે આત્મસ્વામિન ! આપના અસંખ્યાત પ્રદેશ છે. આત્મસ્વામિના એકેક પ્રદેશ અનન્ત જ્ઞાન, અનન્ત સુખ અને અનન્ત વીર્ય આદિ અનન્ત ગણે છે. આપના અનન્ત ગુણે અસ્તિભાવે રહ્યા છે અને
For Private And Personal Use Only