________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) આત્મસ્વામિનું ! મારી તરફ પધારવાથી આપની નિર્મલ બુદ્ધિ થશે. આપ શ્રી પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત કરી શકશે. હે આ ભસ્વામિન ! તે તરફ આપ શ્રી ગમન ન કરે. કૃપા કરીને આપના મૂળ ઘર તરફ પધારે. उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान । अलि कहे समता उत दुःख अनंत, इत खेले आनन्दघन वसंत.कि.३
ભાવાર્થ – હે આત્મસ્વામિન ! તમે સંસાર પ્રતિ ગમન કરશો નહીં. તેણી તરફ કામ નામનો મહા લુંટારે વસે છે તે સર્વ પ્રાણીઓને વિષયવાસનાની લાલચમાં સુખની ભ્રાંતિ દેખાડીને ઠગે છે. મનુષ્યોનાં હૃદયને તે બાળીને ભસ્મ કરે છે. પુરૂષ જોગવવાની ઈચ્છાને સ્ત્રીવેદ કહે છે. સ્ત્રી ભેગવવાની ઈચ્છાને પુરૂષવેદ કહે છે. બન્નેને ભેગવવાની ઈચ્છાને નપુંસક વેદ કહે છે. પહેલા ગુણસ્થાનકથી તે નવમા ગુણસ્થાનક પર્યત પુરૂષ, સ્ત્રી અને નપુંસકવેદને ઉદય હોય છે. નવમાં ગુણસ્થાનકના અન્ત તે ટળે છે. વેદોદયરૂપ કામથી રાજાઓ, ચકવતિ, અને ઇન્દ્રો પણ મુંઝાય છે. વિષયવાંછાના ત્યાગરૂપ બ્રહ્મચર્યની પ્રાપ્તિ કઈ વિરલા મુનિવરોને થાય છે. કાયાથી બ્રહ્મચર્ય ધારણ કરી શકાય છે, પણ વેદ અભિલાષાના ત્યાગરૂપ માનસિક બ્રહ્મચર્યનું પાલન કઈ વિરલા યોગિ કરી શકે છે. કામના હૃદમાં અનેક પ્રાણીઓ ફસાયા છે. કામ ગમે તેવા બ્રહ્મચારીઓની લાજ લુંટે છે. હે આત્મસ્વામિન્ ! તમે સંસારપથમાં ગમન કરશે તો કામના વેગમાં સપડાશો અને તેથી આ૫ દુ:ખાગારમાં પ્રવેશ કરીને દુ:ખી થશે. સંસારપથ તરફ કપટનું અત્યંત બળ છે. સવે પ્રાણીઓને કપટ પિતાના વશમાં રાખે છે અને અત્યંત દુઃખ આપે છે. અષ્ટપ્રકારને અહંકાર પણ તમને અત્યંત પીડા કરશે, મેહના સમાન કેઈ પ્રબલ દુઃખ દેનાર નથી. મેહ કેશરીસિંહસમાન જગતમાં છે. મેહનો નાશ થતાં સર્વનો નાશ થાય છે. મેહના ફંદમાં આપ ફસાશે તો કદી છૂટવાના નથી. સાંસારિક માર્ગ તરફ પૂજા સત્કાર અભિલાષારૂપ માન નામનો અરિ રહ્યો છે. માન પૂજાની લાલસામાં આપ શ્રી ફસાશે તો કદી ખરું સુખ દેખી શકવાના નથી. તેથી સમતાની સખી ચેતના કહે છે કે હે પ્રાણનાથ ! સંસારપન્થ તરફ અનન્ત દુઃખ રહ્યું છે અને મુક્તિમાર્ગ તરફ તો સદા કાળ વસંત ઋતુ છે અને તે વડે આનન્દનો સમૂહ પ્રાપ્ત થાય છે, માટે અમારી તરફ હે આત્મન ! પધારે એમ શ્રી આનન્દઘન કહે છે.
For Private And Personal Use Only