________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ ) જાની રાજધાનીભૂત સંસારનો ત્યાગ કરીને અનેક જીએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી; જ્ઞાની પુરૂષો અસાર એવા સંસારના માર્ગોને ત્યાગ કરીને ધર્મમાર્ગનું ગ્રહણ કરે છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈષ્ય, કલેશ, હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, કીર્તિવાંછા, પરિગ્રહ, વિષયબુદ્ધિ, નિન્દા અને મિથ્યાત્વ, વગેરે સર્વ સંસારના માર્ગ છે. મનદંડ, વચનદંડ, કાયદંડ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને કૃષ્ણાદિક અશુભ લેહ્યા એ સંસારના માર્ગો છે. અશુદ્ધ પરિણતિ તરફ પ્રયાણ કરો છો, તેને ત્યાગ કરીને શુદ્ધ ધર્મરૂપ પિતાના ઘરમાં આવીને સ્વકુટુમ્બને હે ચે. તન ! તમે દેખે. उत माया काया कब न जात, पहु जड तुम चेतन जग विख्यात । उत करम भरम विष वेली अंग, इत परम नरम मति मेलि रंग.॥कि.॥२
ભાવાર્થ.–હે ચેતન સ્વામિન્ ! તેણી તરફ કાયાની માયારૂપ સ્ત્રી કે જાતમાં છે? અર્થાત માયા તરફ તમે જાઓ છો પણ માયા ઉત્તમ જાતિની સ્ત્રી નથી. માયાની જાત કાંઈ હિસાબમાં નથી માટે માયારૂપ નીચ જાતની સ્ત્રી સાથે તમારે રાંગ કરવો જોઈએ નહીં. હે આત્મપ્રભ ! તમ ચેતન છે અને માયા તો જડ છે. માયાદિને પરિવાર સર્વ જડ છે. જ્ઞાનાદિ ગુણશુન્ય વર્ણાદિમય વસ્તુને જડ કહે છે. પૌલિક વસ્તુઓમાં કંઈ પણું સુખ નથી. જડ વસ્તુઓ કદી તમને ચહાતી નથી પણ તમે ઉલટા જડ વસ્તુઓની ઈચ્છા કરે છે. જડ વસ્તુઓના અનેક માલીક થઈ ગયા અને ભવિષ્યમાં તેના અનેક માલીક થશે તેપણ જડ વસ્તુઓ કદાપિ કેઈની ભૂતકાળમાં થઈ નથી અને ભવિષ્યમાં થનાર નથી. ચેતનને જડની સંગતિ કરવી એ કઈ પણ રીતે સમીચીન નથી. કાગડાનો સંગ કરનારો હંસ જેમ શોભા પામતો નથી, તેમ જડનો સંગ કરનાર ચેતન કદી શોભાપાત્ર બનતો નથી. હે પ્રાણનાથ! માયાની તરફ કર્મભ્રાંતિરૂપ વિષવલ્લી અંગ છે, તેથી સાંસારિક મેહમાયા તરફ પ્રવૃત્તિ કરશે તે જ્ઞાનાવરણીયાદિક અનેક પ્રકારનાં કર્મને ગ્રહણ કરશે; કર્મની ભ્રમણુમાં પડેલા તમે ચતુરભીતિ લક્ષ જીવનિમાં વારંવાર પરિભ્રમણ કરે છે. કર્મની ફાંસી મહા દુઃખકારી છે, કર્મરૂપ વિષવલ્લીનાં અશુભ ફળનું આસ્વાદન કરીને આપ મહા દુઃખના ભોક્તા બનશે. જે આણી તરફ, અર્થાત સમતા કહે છે કે મારી તરફ પધારશે તે ઉત્તમ નિર્મલ મતિના મેળાના રંગમાં રંગિત થશે અને સહજ નિર્મલ આત્મિક સુખ પ્રાપ્ત કરી શકશે. હે
For Private And Personal Use Only