________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पद २५.
( RT રામી. )
क्यारे मुने मिलसे महारो संत सनेही || क्यारे० ॥
संत सनेही सूरिजन पाखे, राखे न धीरज देही ॥ क्यारे ० ॥ १ ॥
-
ભાવાર્થ.—શુદ્ધચેતના, અનુભવને કહે છે કે હું અનુભવ ! સન્ત પુરૂષોના અહી એવા મારા આત્મસ્વામી મને હવે કયારે મળશે. સન્તસ્નેહી સ્વજનવિના હવે તે દેહમાં રહેનારો મારા પ્રાણ પણ ધૈર્ય ધારણ કરી શકતા નથી. હું અનુભવ ! તું જરા વિચાર તો કર કે મારા સન્તઅહ ચેતનવિના મને શી રીતે રહેવાય ? સન્તસ્નેહી વિના આખું જગત્ મને શૂન્ય જેવું લાગે છે. વિરહીણી સતી સ્ત્રીની જેટલી દશા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે તેટલી સર્વ દશાનેા મને સંતાપ છે તે હું અનુભવ ! શું તું નથી જાતે ? મારા સન્તસ્રહી શુદ્ધાત્મસ્વામી વિના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં જ્ઞાનાવરણીય કર્મની પંચપ્રકૃતિને કચરા ચઢયો છે, દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિરૂપ કચરા ચઢયો છે, વેદનીય કર્મની બે પ્રકૃતિ, તેમજ મેાહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ, તેમજ આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ, તેમજ નામકર્મની એકશે ત્રણ પ્રકૃતિ, તેમજ ગાત્રકર્મની બે પ્રકૃતિ, તેમજ અન્તરાયકર્મની પાંચ પ્રકૃતિરૂપ કચરાના ઢગલા સર્વત્ર ઘરમાં વ્યાપી ગયા છે, તે કચરા કાઢીને ઘર સાફ કરવાનું છે. મારા સ્વામી જો મારાપ્રતિ પ્રયાણ કરે તેા ચારિત્ર અને ધ્યાન વગેરેની મદદથી ઘરની ઉજ્જવલતા કરી શકું. મારા સ્વામીવિના હું બેભાન જેવી થઈ ગઈ છું, એક ક્ષણમાત્ર પણ મારા સ્વામીવિના ચેન પડતું નથી. શુદ્ધચેતનસ્વામી વિના મારી સ્થિરતા રહેતી નથી. મારા સ્વામીવિના ચાર ગતિમાં પરિભ્રમણૢ કરીને અનન્તકાળ મેં ગુમાવ્યા, અનન્તાં દુઃખ પામી, અદ્યાપિ પર્યન્ત સર્વ દુઃખના અન્ત આન્યા નહી. હે અનુભવ ! કૃપા કરીને કહે કે મારા સ્વામી હવે ક્યારે મળશે? ને તું દિવસ, વાર અને સ્થાન, વગેરે જણાવે તે હું આનન્દમય બની જાઉ અને શેરીએ શેરીએ તારણ વિરચાવું અને અનેક હર્ષપરિણામનાં પુષ્પો બિછાવું; આ પ્રમાણે અત્યંત શુપ્રેમના ઉદ્ગારથી આનન્દઘનજી અન્તરની ચેતનાની દશા જણાવે છે.
जन जन आगल अन्तरगतनी, वातलडी कहुँ केही । आनन्दघन प्रभु वैद्य वियोगे, किम जीवे मधुमेही ॥ क्यारे ० ॥२॥
.
For Private And Personal Use Only