________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ ) નથી; રાગ, દ્વેષ અને ઈચ્છા, વગેરેથી રહિત ઈશ્વર છે, તેને જગત અને સિદ્ધસ્થાન બનાવવાનું કંઈ પણ પ્રયોજન નથી; ઇત્યાદિ ઘણું વક્તવ્ય છે, પણ તે વાત તત્ત્વદીપિકા વગેરે ગ્રંથોમાં અમે જણાવી છે માટે અત્ર વિવેચન કર્યું નથી. કર્તા વિના ક્યિા નથી અને ક્રિયાવિના કર્તા સિદ્ધ થતું નથી. આત્મામાં ષકારકે ઘટે છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ એ છે કારનો કર્તા આત્મા છે અને તરસંબંધી ક્રિયા પણ આત્મામાં રહી છે. ઇત્યાદિ અત્ર ઘણું સમજવાનું છે.
जनम मरण बिना नहीं रे, मरण न जनम विनाश, दीपक बिन परकाशता प्यारे, बिन दीपक परकाश.॥वि०॥४॥
ભાવાર્થ.–મૃત્યુવિના જન્મ નથી અને જન્મવિના મૃત્યુની સિદ્ધિ થતી નથી; ચોરાશીલક્ષ વનિમાં આત્મા કર્મના યોગે જન્મ. મરણ કર્યા કરે છે, જે જે ગતિમાં જેટલું જેટલું આયુષ્ય બાંધ્યું હોય છે તેટલું આયુષ્ય પૂર્ણ થતાં તતગતિ યોગ્ય શરીરને છોડીને કર્યો કર્મ પ્રમાણે અન્યગતિમાં અવતાર લેવો પડે છે, એક ગતિમાંથી આ યુષ્યના ક્ષયે અન્યગતિમાં જતાં તેજસ અને કામણ એ બે શરીર સાથે લેઈને જાય છે, તેજસ અને કામણું શરીર એ બે આત્માના અસંખાત પ્રદેશની સાથે ક્ષીર નરવત પરિણમે છે. પક્ષ મતિ અને શ્રત જ્ઞાનથી તેજસ અને કાર્મેણું શરીર દેખી શકાતાં નથી; કેવલ જ્ઞાનિ કામણ અને તેજસ એ બે શરીરને દેખી શકે છે. તૈજસ અને કાર્મનું એ બે શરીર બહુ સૂક્ષ્મ હોય છે. તૈજસ અને કાર્મશરીર એ બે નામકર્મની પ્રકૃતિ છે. તૈજસ શરીર આહાર પચાવવાનું કાર્ય કરે છે. પરગતિમાં ઉત્પન્ન થતાં, આત્મા કર્મના યોગે આહાર ગ્રહણ કરે છે. અને તેનું પાચન તૈજસવડે થાય છે અને પશ્ચાત્ તે તે ગતિગ્ય ઔદારિક અથવા વૈયિ શરીર બંધાય છે. તેજસ શરીરમાં ઉતા રહી હોય છે. અષ્ટકમના વિકારથી કામે શરીર બને છે. પાપ પુણ્ય વગેરે સર્વ કર્મોને જીવ પરભવમાં લઈ જાય છે અને પાપ પુણ્યના અનુસારે અશુભ વા શુભ શરીર, દુઃખ અને સુખ વગેરેને પામે છે અને પુનઃ આયુષ્ય ક્ષય થતાં મૃત્યુ પામે છે. જન્મ અને મૃત્યુ બન્ને અનાદિ કાળથી સહવર્તમાન છે. દીપકવિના પ્રકાશ નથી અને પ્રકાશવિના દીપક નથી.-દીપકવિના પ્રકાશ રહી શકતો નથી, -મણિવિના પ્રભા નથી અને પ્રભાવિના મણિ નથી; બન્ને અનાદિકાળથી છે. તેમજ નિદ્રાવિના જાગ્રતિની સિદ્ધિ થતી નથી અને જાગ્રતિવિના નિદ્રા
For Private And Personal Use Only