________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) જિહાવિના રસની સિદ્ધિ નથી. તેમજ જ્ઞાનવિના યની સિદ્ધિ થતી નથી અને વિના જ્ઞાનની સિદ્ધિ થતી નથી; જ્ઞાન કહેતાં શેય પદાર્થ છે; એમ અપેક્ષાએ સિદ્ધ કરે છે. પરોક્ષ પ્રમાણ વિના પ્રત્યક્ષ પ્રમાણની સિદ્ધિ થતી નથી અને પ્રત્યક્ષ પ્રમાણે કહેતાં પક્ષ પ્રમાણે છે એમ સિદ્ધ થાય છે. જીવવિના અજીવની સિદ્ધિ થતી નથી અને અજીવ કહ્યા વિના અન્ય જીવ દ્રવ્ય છે એમ સિદ્ધ થતું નથી. શુભવિના અશુભની સિદ્ધિ થતી નથી. અશુભ સિદ્ધ થતાં અન્ય કોઈ શુભ છે એમ સિદ્ધ થાય છે. બન્ધવિના મોક્ષની સિદ્ધિ ઠરતી નથી અને મોક્ષની સિદ્ધિ થયા વિના બન્ધની સિદ્ધિ ઘટી શકતી નથી; એમ અનાદિકાળથી બન્નેનું સહવર્તત્વ માનતાં સકલ વિરોધ ટળે છે અને સત્ય સિદ્ધાન્ત યથાતથ્થરૂપે પ્રકાશે છે. सिद्ध संसारी बिन नहीं रे, सिद्ध बिना संसार; करता बिन करनी नहीं प्यारे, बिन करनी करतार.॥वि०॥३॥
ભાવાર્થ – શ્રીમદ્ આનન્દઘનજી અન્ય દૃષ્ટાન્તથી નીચે પ્રમાણે જણાવે છે. સંસારી જીવિના સિદ્ધો નથી, અને સિદ્ધિવિના સંસારી જી સિદ્ધ થતા નથી; સંસાર હોય તો જ મોક્ષ ઘટે છે. સિદ્ધ પરમામાઓ છે એમ કહેતાં, સંસારી જીવો છે એમ અપેક્ષાએ સિદ્ધ થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ અષ્ટકર્મથી જ્યારે આત્મા રહિત થાય છે ત્યારે જ તે સિદ્ધ થાય છે. પ્રથમ સંસાર અને પશ્ચાત સિદ્ધ એમ પણ નથી તેમજ પ્રથમ સિદ્ધ અને પશ્ચાત સંસાર એમ પણ નથી. સંસાર અને સિદ્ધ બન્ને અનાદિકાળથી સહવર્તમાન છેજ. દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકીના જીવોને સંસારમાં સમાવેશ થાય છે. અદ્વૈતવાદિય સિદ્ધિ અને સંસાર બન્ને વસ્તુતઃ છે જ નહીં એમ, એકાન્ત પક્ષને સ્વીકાર કરે છે; પણ તે યંગ્ય નથી. કેટલાક, મુક્ત આત્માઓ પુનઃ સંસારમાં પાછા અવતાર ગ્રહણ કરે છે એમ માને છે, તે પણ સત્ય સિદ્ધાન્ત નથી; મુક્ત થયા બાદ સિદ્ધ પરમાત્માએ કર્મના અભાવે સંસારમાં અવતાર ધાર કરી શકતા નથી. કેટલાક મુક્ત દશામાં જ્ઞાન અને સુખને માનતા નથી, તેવા મતવાદીઓની મુક્ત દશા પાષાણુની દશા કરતાં વિશેષ નથી. કેમકે એવા પ્રકારની મુક્તિની કઈ મનુષ્ય ઈચ્છા કરે નહીં. કેટલાક સંસાર અને મુક્તિના કર્તા તરીકે ઈશ્વરને માને છે પણ તે સિદ્ધાન્ત સત્ય ઠરતો નથી. ઈશ્વર અને જગતુ એ બે અનાદિકાળથી છે; ઈશ્વર જગતને કર્તા નથી તેમજ જગત કંઈ ઈશ્વરને બનાવી શકતું
For Private And Personal Use Only