________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) सिद्ध सनातन जो कहुं रे, उपजे विनसे कौन । उपजे विनसे जो कहुं रे, नित्य अबाधित गौन ॥निसा०॥३॥
ભાવાર્થ-જે આત્માને સિદ્ધસનાતન કહું તે તે પણ ગ્ય નથી. કારણ કે કર્મના યોગે સંસારમાં ઉત્પન્ન થનાર અને નષ્ટ થનાર તે વિના અન્ય કેણું માની શકાય? આત્મામાં ઉત્પાદ અને વ્યય થાય છે,
રાશી લક્ષ યોનિમાં આત્મા કર્મના યોગે જમ જરા અને મૃત્યુ પામે છે, અમુક ગતિમાં ઉત્પન્ન થાય છે અને અમુક ગતિમાંથી ચ્યવે છે; તે કર્મ માન્યાવિના ઘટી શકે નહીં, આત્માની સાથે કર્મને સંબધ માનતાં ઉત્પાદ અને અવનની સિદ્ધિ થાય છે. અન્ય ગતિમાં ઉત્પાદ અને અન્ય ગતિમાંથી વ્યવન, આત્મા વિના અન્ય કોઈનું નથી. આનંદઘનજી કહે છે કે આત્માને સિદ્ધસનાતન માનતાં કર્મયોગે ઉત્પાદવ્યયની દશા આતમાને થાય છે તે ન થવી જોઈએ, એ આદિ વિરોધ આવે છે માટે એકાંત, પ્રથમથી (અનાદિકાળથી) આત્માને સિદ્ધ (અષ્ટકમરહિત) સનાતન (અનાદિકાળથી રહેનાર) માની શકાય નહીં.
ક્ષણે ક્ષણે આત્મા ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે એવો એકાંત
સૂત્રનયકથિત બૌદ્ધોને ક્ષણિકવાદ અંગીકાર કરું છું, તો તે પક્ષમાં પણ અનેક વિરોધ આવે છે, અને નિત્ય તથા અબાધિત આત્મદ્રવ્યની ગૌણતા થઈ જાય છે. આત્મા નિત્ય છે, અચલ છે અને સ્થિર છે ઈત્યાદિ સિદ્ધાંત વાકની સિદ્ધિ થતી નથી, તેમજ એકતે ઉત્પાદ અને વિનાશ સ્વભાવવાળે આત્મા માનતાં અનેક વિરોધ આવે છે. દ્રવ્યરૂપ અનુસ્મૃત તત્ત્વ વચ્ચે માન્યા વિના ઉત્પાદ અને વિનાશને સંબન્ધ નહીં ઘટતાં, પુણ્ય, પાપ, શુભ, અશુભ, અવતાર, બન્ધ અને મુક્તિ વગેરેની સિદ્ધિ થતી નથી અને તેની સિદ્ધિ વિના આત્મા ઉત્પાદત્રય આદિ અનેક વિરોધના સ્થાનભૂત થાય છે; માટે એકાંતે સિદ્ધ સનાતન આત્મા માનવાથી આત્માનો ઉત્પાદ અને વ્યય પણ, અનુભવ પ્રમાણ અને યુક્તિથી સિદ્ધ થતું નથીત્યારે હવે હું આત્માનું શું લક્ષણ બતાવું કે જેથી તેમાં કઈ જાતને વિરેાધ આવે જ નહીં, એમ અત્તરમાં આનંદઘનજી વિચાર કરી કથે છે.
सर्वांगी सब नय धनी रे, माने सब परमान । नयवादी पल्लो ग्रही प्यारे, करे लराई ठान. ॥ निसा०॥४॥
ભાવાર્થ –શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ અન્તરમાં ઉંડો આ લેચ કરીને, અનેકાન્ત દ્વારા આત્માનું લક્ષણ વિચારીને, આત્માનું
For Private And Personal Use Only