________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) ફિક્ત કલ્પના છે, આત્માને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી, આમ કેટલાક અદ્વૈતવાદિયે માને છે. પણ એકાંત તે આત્મા માનવાથી તે કર્મથી બંધાય નહીં અને કર્મથી બંધાયા વિના જન્મ, જરા અને મરણું તથા સંસારમાં દેહાદિનું ધારવું બની શકે નહીં. કર્મની સાથે આત્માના સંબંધ વિના જન્મ, મૃત્યુ વગેરે ઘટે નહીં. કર્મને સંબંધ તો છે, પણ એકાન્ત અનાદિકાળથી શુદ્ધ આત્મા માનતાં કર્મની બવ્યવસ્થા ઘટતી નથી, ઈત્યાદિ વિરોધ આવે છે.
शुद्ध सनातन जो कहुं रे, बंध न मोक्ष विचार । न घटे संसारी दिसा प्यारे, पुण्य पाप अवतार.॥निसा०॥२॥
ભાવાર્થ-આનન્દઘનજી મહારાજ કહે છે કે, જે હું આત્માને શુદ્ધ સનાતન કહું છું તો તે પણ બરાબર ઘટતું નથી. અનાદિકાળથી આત્મા શુદ્ધ છે, સનાતન છે, એમ કહેતાં શુદ્ધ આત્માને બંધ અને શુદ્ધ આત્માને મેક્ષ સિદ્ધ થતું નથી. કારણું કે સનાતન શુદ્ધ આત્મામાં અશુદ્ધતા નથી. શુદ્ધતા વિના કર્મને બબ્ધ નથી. નિયમ એ છે કે અનાદિથી શુદ્ધ આત્મા હોય તે તે બંધાય નહીં અને અનાદિથી શુદ્ધ આત્મા હોય તેને મિક્ષ કહેવાય નહીં; જે બંધાતું નથી તેને મોક્ષ કેવી રીતે કહેવાય? શુદ્ધઆત્માને અનાદિકાળથી માનતાં રાશી લક્ષ યોનિમાં આત્માનું પરિભ્રમણ, સંસારમાં અનેક અવતાર લેવા, જન્મજરા મૃત્યુની પ્રાપ્તિ થવી, પુણ્યના હેતુઓ દ્વારા પુયતથી બંધાવું અને પાપના હેતુઓથી આત્માનું પાપતત્ત્વથી બન્ધાવું, પુણ્યથી આત્માનું શુભગતિમાં અવતરવું, પાપતત્ત્વના બંધનથી દુઃખનું ભેગવવું અને વસ્ત્રોની પેઠે શરીરેને લેવાં અને તેમજ મૂકવાં; ઇત્યાદિ સાંસારિક દશાની ઘટના સિદ્ધ થતી નથી. માટે આનન્દઘનજી કહે છે કે હે પ્રિય આત્મન ! હું હુને ઓળખવાની નિશાની શી રીતે બતાવી શકું? કેટલાક વાદીઓ આત્માને શુદ્ધ સનાતન માને છે તેમના મત પ્રમાણે વિચારતાં તેમાં પુણ્ય, પાપ, પુનર્જન્મ, જરા, મરણ, પાંચ પ્રકારનાં શરીર,
સ્વર્ગ અને નરક વગેરે સાંસારિક દશાની સિદ્ધિ થતી નથી. શુદ્ધ સનાતન આત્મા હોય તો શા માટે પ્રભુભક્તિ કરવી જોઈએ? શુદ્ધ સનાતન આત્મા માનનારાઓને શામાટે તપ, જપ, સંયમ, તીર્થયાત્રા અને દેવપૂજા વગેરે કરવું જોઈએ? શુદ્ધ સનાતન વાદીઓને શામાટે સન્યસ્ત અંગીકાર કરવું જોઈએ? શુદ્ધ સનાતન આત્મા માનતાં કઈ પણ ધર્મસંસ્થા, કિયા, ભક્તિ, ઉપાસના, વગેરેની ઉપગિતા સિદ્ધ થતી નથી.
For Private And Personal Use Only