________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) -તૃષ્ણાનું વિશેષ સ્વરૂપ જેવું હોય તે ચિત્ત રામન પુત્તર વિલેકવું. જગતમાં સર્વ આત્માઓ તૃષ્ણાના યોગે અનેક પ્રકારની કબુદ્ધિને ધારણ કરી. હિંસા, જાડ, ચેરી, વ્યભિચાર, યુદ્ધ અને વિશ્વાસઘાત વગેરે પાપોને સેવે છે. વૃદoinલંબધમાં એક ઠેકાણે જણાવ્યું છે કે, एक कीडीए दरियो पीधो, तोपण तरशी थाय ॥ बार मेघनां पाणी पीधां, नदीमां दुबी जाय ॥ भला जग सांभळो संतो रे, के नावपर दरियो चाल्यो जाय ॥ बुडिया बावा यति संन्यासी, खाखी जोगी फकीर ॥ जलमय दुनिया देखी ज्यारे, રહી ન જોડ્રન પર છે માત્ર ૧ ૧ તૃણુરૂપ કીડી, સમુદ્ર પી જાય છે, બાર મેઘનાં પાણી પી જાય છે, પણ સમતારૂપ નદીમાં તે આવે છે તો ત્યાં બુડી જાય છે ઇત્યાદિ. સમતા કહે છે કે હે અનુભવ ! તું મારા આત્મારૂપ પતિને કહે છે કે તમે નીચ, કુલટા એવી તૃષ્ણાના સંગે પિતાના કુળની પ્રતિષ્ઠા, આબરૂ, ધન, બળ અને બુદ્ધિ વગેરેને હારે છે; તમારી તેથી શેભા વધતી નથી. આનન્દઘનજી મહારાજ કહે છે કે, અનુભવ જે આત્માને સમજાવે અને તે સમતાના ઘેર આવે તે જીતનગારાં વાગે અને આનન્દ આનન્દ થઈ જાય.
पद १५.
(રાગ સારંગ.) मैर घट ग्यान भानु भयो भोर ॥ मेरे० ॥ चेतन चकवा चेतना चकवी, भागो बिरहको सोर ॥मेरे॥१॥
ભાવાર્થ.–અનુભવી કહે છે કે મારા હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યનું પ્રભાત થયું; ચેતનરૂપ ચક્રવાક અને શુદ્ધચેતનારૂપ ચક્રવાકી એ બેનો અજ્ઞાનરૂપ અંધકારના યોગે વિરહ થયો હતો, તે વિરહને શેર ( શબ્દનો અવાજ ) બધ થયો. ચેતન પોતે ચેતના વિના રહી શકતો નથી અને શુદ્ધ ચેતના પોતે ચેતન વિના રહી શકતી નથી. જ્યાં સુધી અજ્ઞાનરૂપ અધકાર હોય છે ત્યાં સુધી પોતાના શુદ્ધસ્વરૂપનો અવબોધ થતો નથી. અનન્તાનુબધી ક્રોધ, માન, માયા અને લેભ તેમજ, સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વાહનીય એ ત્રણ મેહનીય, એવું સર્વ મળી એ સાત પ્રકૃતિનો ઉપશમભાવ પ્રાપ્ત થતાં ઉપશમસમ્યકત્વ પ્રગટે છે અને એ સાત પ્રકૃતિનો ક્ષયોપશમભાવ થતાં ક્ષયોપશમસમ્યકત્વ પ્રગટે છે, તેમજ એ સાત પ્રકૃતિને સંપૂર્ણ ક્ષય થતાં ક્ષાયિકભાવે સમ્યકત્વ પ્રગટે છે. ઉપશમાદિ સમ્યકત્વની પ્રાપ્ત થતાં સયજ્ઞાનની દશા પ્રગટે છે અને પોતાના શુદ્ધસ્વરૂપનો પોતાને નિશ્ચય થાય છે, ત્યારે શરીરાદિ પદાર્થોમાં ઉત્પન્ન થએલી અહત્વ અને મમત્વ
For Private And Personal Use Only