________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
ભાવાર્થ.—સંતાષ નહીં પામતાં પર વસ્તુઓ ગ્રહણ કરવાની તીવ્રેચ્છાને તૃષ્ણા કહે છે. માહરૂપ ભાંડ (નીચ નિર્લજ્જ )ની દીકરી તૃષ્ણા છે. તૃષ્ણાના ચેગે મારા આત્મપતિ એક ઠેકાણે કદી ડરીને બેસતા નથી. તૃષ્ણાના યેાગે મારા આત્મપતિએ આખી દુનિયાના પદાર્થો ભાગળ્યા, ખાધા અને પીધા, પણ તેને જરામાત્ર શાંતિ વળી નહીં, હજી પણ તૃષ્ણાના સંબન્ધથી સત્યસુખની સન્મુખ થતા નથી. આત્માને દુ:ખના ખાડામાં નાખનારી તૃષ્ણા મારા પતિને ઘેર શું શું અજવાળું કરી શકનાર છે? અલબત કંઈ પણ અજવાળું કરનાર નથી, ઉલટી અજ્ઞાનરૂપ અંધકાર કરનાર તે છે. તૃષ્ણાનું સ્વરૂપ જણાવે છે. તે શઠ છે-લુચ્ચી છે; તૃષ્ણામાં જેટલી લુચ્ચાઇ રહે છે તેટલી અન્યત્ર લુચ્ચાઈ દેખાતી નથી. તૃષ્ણા દુનિયાના સર્વ પદાર્થોને પ્રાપ્ત કરવાને માટે ઠગાઈ પણ કરે છે માટે તે ઠગ ગણાય છે. તૃષ્ણા, પેાતાની બુરી આદતથી સર્વ પ્રાણીઓને છેતરે છે; તેના જાતિસ્વભાવજ ડંગ છે; માટે તે મારા આત્મપતિને ક્ષણે ક્ષણે છેતરે છે, પણ તેની મારા સ્વામીને સમજણ પડતી નથી. તૃષ્ણા કપટ કરે છે, તૃષ્ણાથી જંગમાં સર્વ પ્રકારનાં કપટ થાય છે, તૃષ્ણા જેવી કાઇ કપટી લુચ્ચી અને ઠગારી સ્ત્રી દેખાતી નથી. તૃષ્ણા પેાતાના ક્રોધ, માન, માયા, લાભ, અને અજ્ઞાન આદિ કુટુંબને પેાષણ કરનારી છે. તૃષ્ણાની આવી બુરી દષ્ટિનું સ્વરૂપ હૈ અનુભવ ! હું તમારી આગળ નિવેદન કરૂં છું. તૃષ્ણાએ મારા સ્વામીની બુરી હાલત કરી, તેમને ગાંડા ભ્રાંત જેવા કરી દીધા છે; તેથી સમતા કહે છે કે, હું અનુભવ ! મ્હને કેમ ચેન પડે? અને તેવું મારાથી ખમાય પણ ખરૂં કે? હું અનુભવ ! તેના મનમાં તમે વિચાર કેમ કરતા નથી?
कुलटा कुटिल कुबुद्धि संग खेलके, अपनी पत क्युं हारो । આયન સમતા પર બાવે, વાને ગીત નારો. અનુ॰ ॥૩॥
ભાવાર્થ.સમતા, અનુભવને કહે છે કે, હે અનુભવ ! તું મારા સ્વામીને કહે કે તમે લટા, કુટિલગતિ અને બુદ્ધિવાળી એવી તૃષ્ણાની સેાખત કરીને તમે પેાતાની પ્રતિષ્ઠાના કેમ નાશ કરે છે ? આનન્દના સમૂહ જેનામાં છે એવા આનન્દઘન આત્મારૂપ સ્વામી જે મારા એટલે સમતાના ઘેર આવે તેા જીતનગારૂં વાગે અર્થાત્ તે ત્રણ ભુવનમાં જયનાં વાદ્ય વગડાવનારા કહેવાય અને ત્રણ લેાકના નાથ અને, સકલ કર્મના ક્ષય થાય અને તે પરમાત્મસ્વરૂપમય થઈ જાય. તૃષ્ણાની ગતિ કુટિલ છે, તૃષ્ણાથી કુમુદ્ધિ ઉત્પન્ન થાય છે.
For Private And Personal Use Only