________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ભવ પ્રાપ્ત થાય છે અને તેમાં પણ મહાદુર્લભ સમ્યકત્વરતરૂપ ભાવ. વિવેકની દષ્ટિરૂપ પાઉ આવે છે; તે ચોરાશી લાખ જીવયોનિમય સંસાર ચતુતિરૂપ ચોપાટને પાર આવે છે અને આત્મા, મેક્ષરૂપ ઘરમાં સહેલાઈથી પ્રવેશ કરી ત્રિભુવનવિજયી બનીને અનંતસુખને સમયે સમયે ભેગ કરે છે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજ કહે છે કે હે પ્રભે ! સમ્યકત્વવિવેકદષ્ટિરૂપ પાઉને દેખાડો કે જેથી ચતુતિરૂપ સંસાર ચોપાટને જીતીને ગાજી ઉઠીએ અર્થાત્ અનત આનન્દ પ્રાપ્ત કરીએ. સમ્યકત્વવિવેકદૃષ્ટિરૂપ વિવેકની જે પ્રાપ્તિ થાય તે આનન્દને ઘન અને સામર્થ્યધારક એવો આતમાં તે પરમાતમરૂપ બનીને બાજી જીત્યો! બાજી જી !! એમ ગાજી ઉઠે છે. આવી આધ્યાત્મિક પાટની રમત સંબંધમાં ઉંડા ઉતરવાથી વિશેષ અનુભવજ્ઞાન થાય છે અને બાઘની બાજી જીતવા કરતાં અન્તરની બાજી જીતવામાં વિશેષ લક્ષ્ય રહે છે અને દેવગુરૂની ભક્તિથી અતે બાજી જીતાય છે,
v૨૩.
(રાજા રામ.) કનુભવ હૃમ તો રાવરી રાણી . . ! સારૂ હાં તે માયા મમતા, નાનું ન ફી વાલી જાશા
ભાવાર્થ-રામતા કહે છે કે હે અનુભવ ! હું આત્મરાજાની દાસી છું. આત્માની સાથે માયા અને મમતા નામની સ્ત્રીઓ છે તે ક્યાંથી આવી, કયાંની રહેવાસી છે, તે હું જાણતી નથી. છેતરવાની પ્રકૃતિને માયા કહે છે. મારાપણુની બુદ્ધિને મમતા કહે છે. માયા સકલ જગતના પ્રાણીઓને પોતાના વશમાં કરે છે. માયા પોતાના સામર્થ્યથી જીને ચતગતિમાં ભટકાવે છે. માયાએ જગતજીની ઋદ્ધિનું ભક્ષણ કર્યું છે. મનુષ્ય પોતાના સુખાર્થે માયાને સેવે છે પણ માયાના યોગે પિતેજ દુઃખમાં ફસાય છે. મનુ માયાના હેતુઓને સેવી જન્મ, જરા અને મૃત્યુના દુઃખસાગરમાં બુડે છે. માયારૂપ સમુદ્રને તર મહા મુશ્કેલ છે. માયાથી પૂર્વ કેઈ મનુષ્ય સુખી થયા નથી, વર્તમાનમાં સુખી નથી, અને ભવિષ્યમાં સુખી થનાર નથી. જે મનુષ્ય માયાના દાવ રચીને ધર્મની સાધના કરે છે તે દૂધમાં વિશ્વનું સમેલન કરે છે. માયા, આત્મિક સુખની વિરોધી છે. મેહની પ્રૌઢ પરાક્રમ ધરનારી માયા નામની દાસી, મનુષ્યોને પોતાની ઈચ્છા પ્રમાણે નચાવે છે. મમતા પણ મહારાજાની પુત્રી છે. જગતના સર્વ જીવો મમતાના
For Private And Personal Use Only