________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ) હારાજના ઉપદેશને પણ હૃદયમાં ધારણ કરી શકતા નથી. મનુષ્ય આશાના ઉપાસક બની સન્તોષદેવની ઉપાસનાને ભૂલી જાય છે. જ્યાંસુધી આશારૂપ દાવાનલ અગ્નિ, મનમાં સળગ્યા કરે છે ત્યાંસુધી આત્માને ખરેખરી શાંતિ મળતી નથી. જે જે પદાર્થોની આશા ધરવામાં આવે છે તે તે પદાર્થો ક્ષણિક હોવાથી આશા કરવી વ્યર્થ છે. આશાથીજ સર્વ પ્રકારનાં દુ:ખે ઉભવે છે માટે આશાને ત્યાગ કરીને સંતોષગુણુને ધારણ કરે છે જેથી આત્માનું ખરું સુખ પ્રાપ્ત થાય.
(સારાવરી. ) अबधू क्या सोवे तन मठमें, जाग विलोकन घटमें ॥ अ० ॥ तन मठकी परतीत न कीजें, ढहि परे एक पलमें ।। हलचल मेट खबर ले घटकी, चिन्हे रमता जलमें ॥अ०॥१॥ मठमें पंचभूतका वासा, सासाधूत खवीसा ॥ छिन छिन तोही छलनकू चाहे, समजे न बौरा सीसा ॥अ० ॥२॥
ભાવાર્થ –હે અવધૂત આત્મન્ ! તું તનમઠમાં કેમ હજી સુધી મમત્વનિદ્રાથી સુઈ રહ્યો છે. આત્માના ઉપયોગે જાગીને હદયમાં જે, આમાના શુદ્ધોપગે જાગીને પિતાના સ્વરૂપને દેખ. શરીરરૂપ મઠ ક્ષણિક છે, વિનાશી છે માટે તેની પ્રતીત (વિશ્વાસ) કરવો નહીં જોઈએ. કારણ કે એક પલમાં આયુષ્ય ખૂટતાં શરીર નષ્ટ થઈ જાય છે. માટે મનમાં ઉઠતી રાગદ્વેષની ચંચળતા( હલચલ)ને મટાડીને તું પોતાના શુદ્ધસ્વરૂપની ખબર લે. અથૉત્ તું પિતાનું શુદ્ધસ્વરૂપ વિચાર, આત્મારૂપ ઘટમાં સમતારૂપ જલ ભર્યું છે તેથી સમતાજલમાં આમા રમે છે, એવા લક્ષણથી આત્માને જાણુ. તનુરૂપ (શરીરરૂપ) મઠમાં પૃથ્વી, અપૂ, તેજસ્, વાયુ અને આકાશ એ પંચભૂતનો વાસ છે, અને શ્વાસેછાસરૂપ ધૂર્ત ખવીસ તનમઠમાં છે, તે ક્ષણે ક્ષણે આત્માને છળવાને પ્રયાસ કરે છે. પંચભૂત અને ખવીસ શરીરરૂપ મઠમાં રહે છે અને ક્ષણે ક્ષણે આમાને છળ કરે છે ત્યારે તેમાં કેમ ઉંઘવું જોઈએ? અલબત ન ઉંઘવું જોઈએ. આ પ્રમાણે તેનુમઠની દશા છે છતાં મૂર્ખ શિષ્ય સમજી શકતા નથી અને તેનુમઠની મમતા રાખીને પિતાના આત્માના શુદ્ધસ્વભાવે જાગ્રત થતો નથી. હે આત્મન્ ! તું જાગ્રત થા ! અને પંચભૂતોથી ચેતતા રહે. અધ્યાત્મની અપેક્ષાએ પાંચ ઇન્દ્રિયરૂપ ભૂત અને મેહરૂપ માથાવિનાને ખવીસ તનમઠમાં છે માટે હે આત્મન્ ! તું આ પ્રમાણે જાણુંને હવે કેમ ઉંઘે છે? હવે તે ચેત.
For Private And Personal Use Only