________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ ) શ્રીમાન આનંદઘનજી ગસમાધિ પામવાને માટે આત્મરૂપ બાલુડાને કહે છે. મૂલગુણ, જ્ઞાનાદિ. અને ઉત્તર ગુણ, વિનય. ભક્તિ વગેરેને ધારણ કરવા, તથા મુદ્દાઓને ધારવી. યોગમાર્ગમાં મુદ્રાઓનું સારી રીતે વર્ણન કર્યું છે. મૂલગુણ (પંચમહાવ્રત.) ઉત્તરગુણ (ચરણુકરણસિત્તરી) મુદ્રા, પર્યકાસન, અને સિદ્ધાસન વગેરેની જરૂર પડે છે. આનદઘનજી પર્યકાસને બેસી સમાધિ કરતા હતા એમ આ લેખથી સ્પષ્ટ સમજાય છે. રેચક, પૂરક અને કુંભક એ ત્રણ પ્રકારના પ્રાણુંયામ કરવા. મનને જીતીને પ્રત્યાહાર કરે. સ્થિરતારૂપ સમાધિગની યુક્તિઓને આદરવી અને પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવામાં આવે તે આત્મા તે પરમાત્મપદને અનુસરે છે અને શુદ્ધસ્વરૂપ સિદ્ધકર્યની સિદ્ધિ થાય છે એમ આનંદઘનજી ગસમાધિનો અનુભવ કરીને ઉગાર કાઢે છે. યોગસમાધિ પામવાના જે જે ઉપાય છે તેને અત્ર અનુભવ ઉગારથી સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અક્ષયત્ત ચોપર ગ્રન્થ વાંચતાં આ પદનો સારી રીતે અનુભવ થશે એમ જાણું અન્ન સંક્ષેપથી અર્થની દિશા જણુંવી છે.
પ૬ ૭.
(સારવી. ) rશા સંકીરી, પતિ કટ ૩૪ મોર . जको धावत जगतमें, रहे छूटो इक ठोर ॥१॥
ભાવાર્થ –-જગતમાં અનેક પ્રકારના ઇષ્ટ મનાયલા પદાર્થોની આશારૂપ બેડીની જગત મર્યાદા વિરૂદ્ધ ઉલટી ગતિ છે. કારણ કે આશારૂપ બેડીથી બંધાયેલે પ્રાણી ચઉદ રાજલોકરૂપ જગત માં પરિભ્રમણ કરે છે. અર્થાત્ આશારૂપ બેડીથી બંધાયેલ છવ, ચાર ગતિમાં દોડે છે અને જે આશારૂપ બેડીથી છૂટે છે તે એક મુક્તિરૂપ સ્થાનમાં સ્થિર થાય છે. જગતમાં લોઢાની બેડીથી જકડાયલે પ્રાણ જ્યાં ત્યાં દોડી શકતો નથી અને એક ઠેકાણે રહે છે. જ્યારે લેઢાની બેડીથી છૂટ થાય છે ત્યારે જગતમાં મનુષ્ય દોડી શકે છે. આશારૂપ બેડી ખરેખર લોઢાની બેડીથી જુદા જ પ્રકારની છે.–તે ઉપર જણ્વી દીધું છે. શ્રીમદ્ આનંદઘનજી કહે છે કે આશારૂપ બેડીથી ચોરાશી લાખ જીવનિના જીવ જગત માં દેડ્યા કરે છે, જગતુમાં આશા સમાન અન્ય કઈ બંધન નથી. મનુ અનેક પ્રકારની આશાથી સંસારમાં
જ્યાં ત્યાં દોડ્યા કરે છે, આશાથી પ્રવૃત્તિમાર્ગનું ચક રાત્રી દીવસ મનુષ્યો ચલાવ્યા કરે છે. મધુબિંદુની આશાએ સંસારી જી ગુરૂમ
For Private And Personal Use Only