________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ ,
(૨૪૬) તેમની દેરીનાં દર્શન કરવા જાય છે. કેટલાક જેને કથે છે કે, શ્રીમદ્ આનન્દઘનજી સ્વર્ગમાં ગયા છે અને કેટલાક કથે છે કે તેઓ
મહાવિદેહ ક્ષેત્રમાં ઉપજ્યા છે. કેટલાક કિંવદન્તીના સજાવે પુરાવાના આધારે એમ બોલે છે કે શ્રીમદ્દ દેવલોકમાં મુક્તિ .
ગયા છે અને તેઓ મહાવિદેહક્ષેત્રમાં જન્મી કેવલી થઈ મુક્તિપદ પામશે. શ્રીમની અધ્યાત્મદશા અને તેમને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય લક્ષમાં લેતાં તેઓ ત્રીજા ભવમાં મુક્તિ જાય એમાં કંઈ આશ્ચર્ય જણાતું નથી. શ્રીમના મનમાં વૈરાગ્ય રસની ઘણી શક્તિ હતી અને તેથી તેમણે તરત મને કષાયની મન્ટતા કરી હતી, તેથી તેઓ ત્રીજા ભવમાં મુક્તિ જાય છે તેમાં કંઈ વિરોધ જ|તો નથી. નિવૃત્તિમાર્ગમાં પરાયણ એવા અને અધ્યાત્મભાવમાં સદાકાલ રમણતા કરનારા શ્રીમદ્ આનન્દઘનજી ત્રીજા ભવમાં મુક્તિપદ પામશે એમ દત્તકથાઓથી શ્રવણ કર્યા પ્રમાણે અત્ર લખવામાં આવ્યું છે. શ્રીમનું આત્માની ઉપાસના તરફ અત્યંત લક્ષ હતું. પરમા
માની ભક્તિ કરવામાં તેઓ સદાકાલ મગ્ન રહેતા હતા. * મારવાડ વગેરે દેશમાં તે કાલમાં વૈષ્ણવ ધર્મમાં મીરાંબાઈના ચરિત તથા ભજન વગેરેથી રાધાકૃષ્ણની ભક્તિનો ઘણે પ્રચાર થયો હતો. શ્રીમદે આત્માને કૃષ્ણ અને સુમતિને રાધાની ઉપમા આપીને તથા કુમતિને કુજાની ઉપમા આપીને અનેક રીતે આત્મપ્રભુનું ગાન કર્યું છે. શ્રીમદ્ આનન્દઘનજીના સમયમાં આગમોના જ્ઞાતાઓ એવા મહા
વિદ્વાન હતા અને તેઓ જૈનેતર વિદ્વાનની સાથે ધર્મચર્ચા શ્રીમદુના સમ-
* કરવામાં કદિ પાછા પડતા નહોતા. સામાન્ય વર્ગમાં
કલા , ચની થિ
એકાન્ત ક્રિયાજડપણું વિશેષ હતું અને ગોના કલહે આચાર્યો અને મુનિયોમાં પ્રાયઃ કુસંપ ઈર્ષ્યા અને ક્રિયાનું શૈથિલ્ય થયું હતું. અધ્યાત્મજ્ઞાનપર મોટા ભાગે લોકોની રૂચિ અલ્પ હતી અને તેથી કેટલાક જેને તે અધ્યાત્મજ્ઞાનપર તિરસ્કાર બતાવતા હતા. શ્વેતાંબર જૈનમાં જોઈએ તે પ્રમાણે સંપ નહોતે. જૈનેની ધર્મપ્રતિ પૂર્ણ શ્રદ્ધા હતી. તે વખતમાં સંવેગી પીતવસ્ત્રધારી પક્ષ નીકળ્યો હતો. આચાર્યોનું જોર ઘણું હતું પણ તેમના વધી પડેલા ધામધૂમોના આડંબરેથી લેકેનું લક્ષ ત્યાગી વૈરાગી સાધુઓ તરફ ખેંચાતું હતું. અઢારમું શતક સામાન્ય દૃષ્ટિથી વિચારીએ તે જ્ઞાનના ઉદયવાળું હતું. ઓગણીશમું શતક દર્શનના ઉદયવાળું હતું. ઓગણુશમા શતકમાં સિદ્ધાચલ વગેરે ઠેકાણે ઘણું
For Private And Personal Use Only