________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૦ )
માર્ગમાં સંચરતા હતા, તેથી એકાન્ત કિયાને માનનારા શ્રીમદુને ઠ- સાધુઓએ એવો ઉપદેશ કર્યો કે, શ્રીમદ્ નિશ્ચયવાદી છે, રવા નહિ દે. વાને દુર્જનો
- તે લેકેની શ્રદ્ધા ઉઠાવી દે છે, માટે કેઈએ તેમને રહેવાને ને પ્રયત. ઉપાશ્રય આપવો નહિ, જૈનોએ તેની પાસે જવું નહિ
આવા ઉપદેશની અસર બાળ જીવોને થઈ અને તેથી આનન્દઘનજીને કેટલેક ઠેકાણે ઉતરવાને ઉપાશ્રય પણ જેનો આપતા નહિ. આનન્દઘનજી નિશ્ચયવાદી છે એવી કિવદન્તી ફેલાવાથી અજ્ઞ જૈનો આનન્દઘનજીપર દ્વેષ કરવા લાગ્યા અને અનેક પ્રકારના કઠિન શબ્દ કહેવા લાગ્યા. શ્રીમદ્ આનન્દઘનજી લેકોના શબ્દો સહન કરવા લાગ્યા અને મઠે-મઢીઓ વગેરેને આશ્રય લેઈ ચારિત્ર પાળવા લાગ્યા. પૂર્ણબ્રહ્મચારી મહાપુરૂષ શ્રીમદ્ આનન્દઘનજીએ અસ લોકેએ કરેલા પરિષહ સહન કર્યા. શ્રીમદ્ આનન્દઘનજીએ જૈનાગમ દષ્ટિવડે આ માના ગુણે પ્રકટાવવા જે જે પરિવહો સામા આવતા હતા તેને સહ્યા તેથી તેમને આત્મા, સાધુના આન્તરિક ચારિત્ર્યની કેટલી બધી ઉચ્ચ કેટિપર હતું તેની કંઈક ઝાંખી જણુઈ આવે છે.
શ્રીમદ્ આનન્દઘનજી આનન્દી સ્વભાવના હતા અને તેઓ,
સાધુપણામાં જે નિર્ભયતા જોઈએ તે દિશામાં આરૂઢ શ્રીમદ્ આ- થયા હતા. લોકોને બકવાદથી તેઓ હીતા નહીં. જૈન નન્દઘનજીની નિત" શ્વેતાંબર શાસ્ત્રોમાં કથેલી એવી ધ્યાનદશામાં ભયથી
મુક્ત થઈને પ્રવેશ કરતા હતા. ભયથી વિમુક્ત થઈને તેઓ ઘેર જંગલમાં વાસે કરતા હતા. સિંહ વગેરે ક્ષુદ્ર પ્રાણુઓની ગુફામાં જઈને વાસ કરતા હતા. રાત્રીના વખતમાં સ્મશાનમાં કાઉસગ્ય સ્થાને રહીને નિર્ભય દશામાં આગળ વધતા હતા. શરીર આદિનું મમત્વ ટળ્યા વિના નિર્ભયપણું પ્રાપ્ત થતું નથી. શ્રી મદ્ ત્યાગ અને વૈરાગ્યદશામાં દરરોજ આગળ વધતા હતા અને સાત પ્રકારના ભયથી રહિત પિતાના આત્માને ભાવતા હતા. દુનિયા પિતાની નિન્દા કરશે એવા પ્રકારના સંકલ્પને તેઓ મનમાં લાવતા નહોતા. પોતાના આત્માની સાક્ષીએ વીતરાગ વચનોને યથાશક્તિ આરાધવા તત્પર રહેતા હતા. પિતાના વિચારો અને આચારમાં શ્રીમદ્ નિર્ભય હતા. અજ્ઞ લોકે તેમને સતાવતા હતા તોપણે શ્રીમદ્ અન્ન લેકોપર કરૂણાભાવ ધારણ કરતા હતા અને પોતાના આત્માને શાન્તરસથી પોપીને ઉચ્ચ બનાવતા હતા.
શ્રીમદ્દના પરિચયમાં આવનાર શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય
For Private And Personal Use Only