________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ ) જૈનદર્શનમાં નામને આગ્રહ નથી એમ સાપેક્ષ દૃષ્ટિથી જણાવીને, દરેક દેવના નામને ખરે અર્થ કેવી રીતે લેઈને તેના નામને માનવું તેની દિશા દર્શાવી છે. શ્રીમદે અડસઠમા પદમાં સાધુની સંગતિથી રહજાનન્દ મળે છે
એ સિદ્ધાંત પ્રતિપાદન કર્યો છે. દુનિયામાં સર્વ કરતાં સાધુસંગતિ. સાધુસંગતિ શ્રેષ્ઠ છે. સર્વ દે, સાધુની સંગતિ ઇરછે છે.
સાધુની સંગતિથી મેક્ષ મળે છે. સાધુની સંગતિથી જે કંઈ પ્રિય પ્રાપ્ત થાય છે તે બીજા કશાથી થતું નથી. પંચમકાલમાં ખરેખર આત્મજ્ઞાની સાધુઓની સંગતિ તેજ તરવાનો ઉપાય છે. શ્રીમદ્ આનન્દઘનજીને સાધુઓ પર ઘણે પ્રેમ હતો. તેની સેવાવિના તત્વની પ્રાપ્તિ નથી. શ્રીમદે સાધુની સંગતિ સંબધી હદયના જે ઉભરાઓ કાઢયા છે તે પ્રશંસનીય-મનનીય અને આદરણીય છે. અમે પણ શ્રીમદ્ભા આશયાનુસારે પદ ઉપર યથાશક્તિ વિવેચન કર્યું છે.
શ્રીમને સાધુસંગતિથી આત્મજ્ઞાનનો લાભ મળ્યો છે; એમ તેમના ઉગારેથી સ્પષ્ટ અવબોધાય છે. સાધુઓ ધર્મની રક્ષા કરનારા છે અને મોક્ષમાર્ગ દેખાડનારા છે. તેમનાં વચનો આગામેના અનુસારે છે, તેથી શ્રીમદ્ભા વચનોને અમેએ આ પદનો ભાવાર્થમાં ટાંકી બતાવ્યાં છે. તેમાં ગૂમાવ્યસૂત્રનતિ એ વાક્યને બદલે અનુપયોગથી સૂત્ર ને ચૂળમાણનિહિ એવું લખાઈ ગયું છે તેનો સુધારે ઉપર પ્રમાણે કરીને વાચક વાચશે; એવી ભલામણ કરવામાં આવે છે. તેમ શ્રીમનાં સ્તવનોમાં પરસ્પર વિચાર વિરોધ અને આગમને વિરોધ ટાળવા માટે આ પદના ભાવાર્થમાં લખાયેલી ગાથાની સાક્ષીઓને અમોએ પ્રસ્તાવનામાં પ્રસંગોપાત્ત લખી છે તેથી, વાચકેએ વિષય પરત્વે ભેદ જાણુને પુનરૂક્તિદોષની આશંકા કરવી નહિ.
અગતેરમા અને સિત્તેરમા પદમાં આધ્યાત્મિક પાત્ર સંબધી ઉગારે કાઢયા છે. એકેતેરમા પદમાં સિદ્ધના એકત્રીશ ગુણોનું શ્રીમદે જુદી રીતે વર્ણન કર્યું છે. બોત્તેર-તેર-ચુમ્મતેર પંચોત્તેર અને છેતેરમા પદમાં શ્રીમદે અધ્યાત્મના ભિન્ન ભિન્ન અધ્યવસાયે ભિન્ન ભિન્ન ઉભરાના પદ્યરૂપ ઉદ્ગારે કાઢયા છે.
સત્તેરમા પદમાં શ્રીમદે પોતાની, પ્રભુની સાથે લય લાગી છે તેની ઝાંખી જણાવી છે. અઠત્તેરમા પદમાં શ્રીમદે “હું જગતને ગુરૂ છું અને હું જગતનો શિષ્ય છું એવા સાપેક્ષ દૃષ્ટિના ઉદ્દગારો કાઢયા
For Private And Personal Use Only