________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) પૂર્વના જેવા અધુના તથાવિધ સુગુરૂઓની જોગવાઈ મળતી નથી, પણ વર્તમાન દ્રવ્યાદિક અપેક્ષાએ બકુશ અને કુશીલ નિર્ચન્થ સુગુરૂઓનીતરતમયોગે જોગવાઈ મળે છે. પૂર્વધર આદિ સુગુરૂઓના અભાવે જોઈએ તેવી રીતે આગમના આધારે શંકાઓનું સમાધાન થતું નથી તેનો ખેદ તેમણે દર્શાવ્યો છે, પણ વર્તમાન કાલમાં તરતમોગે બકુશ અને કુશીલ નિગ્રંથે વર્તે છે અને તે સુગુરૂઓ ગણાય છે તેને તેમણે નિષેધ કર્યો નથી. કારણકે વર્તમાનમાં વિદ્યમાન એવા બકુશ અને કુશીલ નિન્થ એ બે પ્રકારે સુગુરૂઓનું પ્રતિપાદન આગામોમાં તેમજ ચૂ-ટીકા-ભાષ્ય વગેરેમાં કર્યું છે; અને પંચાંગીને જે ઉછેદે તે તો દુર્ભાગ્ય છે એમ શ્રીમુખે–સ્વયં જણાવે છે, તેથી “શુત અનુસાર વિચારી છું, સુકુર તથાવિધિ ૧ મિજે રે” એ વાકયનો એવો અર્થ ગ્રહણ કરે કે, શ્રુતના અનુસારે તેવા પ્રકારના-કે જે પૂર્વકાલમાં હતા તેવા સુગુરૂઓની હાલ જોગવાઈ મળતી નથી, પણ વર્તમાનકાલમાં તરતમયેગે ભગવતીસૂત્ર વગેરેના પાઠ પ્રમાણે બકુશ અને કુશીલ નિજોની-તરતમ ગે સુગુરૂપણની જોગવાઈ મળે છે. અઢારમા સૈકામાં વિદ્યમાન સાધુઓમાં તે કાલ-ક્ષેત્રની અને બકુશ-કશીલ નિર્ગથની અપેક્ષાએ, સુગુરૂવ હતું અને તત્કાલાનુસારે સુગુરૂગ હતો; એમ શાસ્ત્રોના આધારે અને શ્રીમદ્ના વચનાનુસારે પણ સિદ્ધ ઠરે છે.
શ્રતઅનુસાર વિચારીને જોતાં, વા વિચારીને બોલું છું તે, તથાવિધ (જેવા શાસ્ત્રોમાં કહ્યા છે તેવા) ગુરૂની જોગવાઈ મળતી નથી અને (જેવીરીતે જોઈએ તેવીરીતે) આગમાના આધાર વીનાની ક્રિયાવડે મેક્ષમાર્ગ આરાધી શકાતું નથી. એમ સઘળે એટલે સર્વત્ર સુગુરૂની જોગવાઈ સર્વને મળતી નથી, તેથી સઘળાઓને ખેદ રહે છે; એમ પણ અપેક્ષાએ ભાવાર્થ આકર્ષી શકાય.
શ્રીમદ્ આનન્દઘનજી પિતાની જે દશા વર્તે છે તેમાં અધિકતા કરાવનારા એવા ગુરૂને પોતાને જેગ મળતો નથી એમ કથી ચિત્તમાં ખેદ દર્શાવે છે. તેમને સિદ્ધાન્તોનો બોધ ઘણે હતો, તેમ જ અધ્યાત્મજ્ઞાનમાં તથા દ્રવ્યાનુયોગમાં ઘણું ઊંડા ઉતરી ગયા હતા, તેથી તેમને અપૂર્વ અપૂર્વ અભિનવ શ્રુતજ્ઞાન અને અધ્યાત્મજ્ઞાનમાં અભિનવ અનુભવ આપીને, આગળ ચઢાવે એવા-તથાવિધ ગુરૂની જોગવાઈ મળી નથી; એમ ઉપર્યુક્ત ચરણનો અર્થ અવધ. તેમની જ્ઞાનદશા અને અનુભવદશાના કરતાં આગળની દશા પ્રાપ્ત કરાવનાર ગુરૂ તેમને મળ્યા નથી; એટલું માત્ર ઉપરોક્ત વાક્યમાંથી હાર્દ નીકળે છે, પરંતુ તેમના કરતાં તરતભોગે ભિન્ન ક્ષયોપશમચારિત્ર ધારણ કરનારા બકુશ
For Private And Personal Use Only