________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) જે મનુષ્યની અભિલાષા નિસીમ હોય છે અને જેઓ આખરે પિતાની મહેચ્છા પર મર્યાદા મૂકતી જુએ છે તેમના મનમાં નિરાશા આવે છે; હવે વધારે રાજ્ય જીતવાનાં રહ્યાં નહિ એવા વિચારથી એલેકઝેન્ડરે રૂદન કર્યું. મહમદ ગિઝની-હિન્દુસ્તાનના પ્રથમ મુરામાનવિજયિની પણ એવી જ હકીકત હતી. તેને માલુમ પડ્યું કે હવે હું મરી જવાને છું ત્યારે તેણે રન અને સુવર્ણના સર્વ ખજાના પિતાની આગળ મૂકવા હુકમ કીધો. તેણે તે જોયા ત્યારે તે એક બાળકની પેઠે રેયો. તેણે કહ્યું “અરેરે ! આ ખજાના મેળવવા મેં કેટલા બધા શારીરિક અને માનસિક ભય સહન કર્યા છે, અને તેનું રક્ષણ કરવા કેટલી બધી સંભાળ લીધી છે ! અને હવે હું મરવાની અને તેને છેડીને જતા રહેવાની તૈયારીમાં છું” તેને તેના મહેલમાં દાટો;
જ્યાં તેને દુઃખી આમા ભૂતની પેઠે ભટકે છે એમ પાછળ લોકો ધારતા હતા. આથી સમજવાનું કે મનુષ્યની જીદગી ખરા સુખને ભોગવવા માટે હોવી જોઈએ. ખરું સુખ તો ખરેખર અધ્યાત્મજ્ઞાનવિના પ્રાપ્ત થતું નથી. અધ્યાત્મજ્ઞાનવિન મનુષ્ય અંધારામાં સુખની શોધ કરે છે. અધ્યાત્મજ્ઞાનવડે પૂર્વ અનેક મહાત્માઓએ ખરું સુખ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરથી ખરા સુખની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. દુનિયામાં અધ્યાત્મજ્ઞાનરૂપ ધર્મમૂળ વિના કેઈ દર્શનરૂપ વૃક્ષ ટકી
શકતું નથી. આત્મિક જ્ઞાન થયા વિના વિષયને જીતી ધર્મનું મૂળ. શકાતા નથી. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય અધ્યાત્મ
સાર ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનને સર્વ પ્રકારના જ્ઞાનમાં ઉત્તમ માને છે. શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્ય પણું અધ્યાત્મજ્ઞાનની ઉત્તમતા સ્વીકારે છે. અધ્યાત્મજ્ઞાનથી મન વાણી અને કાયાના યોગની શુદ્ધતા થાય છે. જગત માં ચિન્તામણિ રત્નસમાન અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનના પ્રતાપે ભારતદેશની ભૂમિ ઉત્તમ ગણાય છે. પાશ્ચાત્ય દેશમાં બહિવિદ્યાના યોગે બાહ્યોન્નતિ દેખાય છે, કિન્તુ આતરિક ઉન્નતિના અભાવે દયાઆદિના સિદ્ધાંતોને વિશેષ પ્રમાણમાં ફેલાવે થર્યો નથી. જે જે કાલમાં અધ્યાત્મજ્ઞાનપરથી લેકની વૃત્તિ હઠી જાય છે અને અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ સમજનારાઓ ઉપર તિરસ્કાર છૂટે છે તે તે કાલમાં ભારતમાં અનેક યુદ્ધો, કલેશે અને કુસંપ દેખાવ આપે છે. મનુષ્યોને અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ થ મહાદલેભ છે. કેટલાક અધ્યાત્મજ્ઞાનનું ખંડન કરે છે તેનું કારણ એ છે કે, તેઓએ અધ્યાત્મજ્ઞાનરસનું આસ્વાદન કર્યું હોતું નથી. કેટલાક મનુષ્યો કે
For Private And Personal Use Only