________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
સપાટીઉપર ચાલતા એક આત્મા છે. આપણાથી દેશ અને કાલપરત્વે જુદા પડેલા પુરૂષના તે જીવતા વિચાર રહે છે. મનુષ્યા જતા રહે છે, સ્મરણચિહ્નરૂપી ગૃહસ્તંભ વગેરે પડી જઈ રજકણુ થઈ જાય છે, પણ જે કંઈ રહે છે અને આપણા જીવન પછી પણ ટકી રહે છે તે મનુષ્યવિચાર છે. પ્લેટા એટલે શું? તેને તેા મૃત્તિકારૂપ થયાને ઘણા સમય થયા પણ તેના વિચાર અને કૃત્યો હજી હયાત છે. દુષ્ટ ગ્રન્થા નીતિને વિષરૂપ છે અને તે દુષ્ટ પરિણામજ ફેલાવ્યા કરે છે. લખેલા ગ્રન્થા હંમેશ રહે છે. હાનિકારક ગ્રન્થકારા કબરમાં સુએ છે ત્યારે પણ પેઢીદરપેઢી આગામીની પ્રજાના આત્માનેા ઘાત કરે છે. સારો ગ્રન્થ જીવનને ખજાના જેવા છે અને નઠારો ગ્રન્થ એક અતિ પીડાકારક રાક્ષસ સમાન છે. સારા ગ્રન્થા પ્રામાણિકપણું, સત્યતા અને સદાચાર શિખવે છે. ગ્રન્થકારા મરણ પામે છે પણ તેમના ગ્રન્થા જીવ્યા કરે છે. પુસ્તકામાં કંઈ અમરત્વના અંશ રહેલા હાય છે. કાળેકરી પુરાતની વસ્તુઓ નાશ પામે છે પણ પુસ્તકો જીવતાં રહે છે. મહાન વિચારે કાળના આરામાં આવતા નથી; તે સેંકડો વર્ષપર તેમના ઉત્પન્નકર્તાના મગજની બહાર નીકળીને પુસ્તકના પાનાઉપર કારાયા તે વેળાએ તે જેવા તાજા હતા તેવાજ તે આજ તાજા છે. ગતકાળમાં જે પુરૂષોએ જેવું વિચાર્યું અને કહ્યું તે આજ પણ છાપેલાં પૃષ્ટઉપરથી તેવાજ તેજે પ્રકાશે છે.” (સક્રર્તન) હાલિટ કહે છે કે “પુસ્તકા આપણી હૃદયગ્રંથિની સાથે ગુંથાઈ જાય છે. સારાં પુસ્તક ઉત્તમ મિત્ર ગણાય છે. શેક્સપિયર હજી મુ નથી. ઇ. સ. ૧૯૧૬ માં તેના શરીરને દાટવામાં આવ્યું ખરૂં, પણ તેનું મન ટટ્યુડરવંશના સમયમાં જેવું જાગ્રત્ હતું અને તેના વિચાર જેવા દીર્ઘદર્શી હતા, તેવાને તેવાજ આજ પણ ઈંગ્લાંડમાં તેના વિચારો પાષાય છે અને તેનું મન સજીવ છે.” ( સદ્ધર્તન. )
અધાં પુસ્તકામાં અધ્યાત્મશાસ્ત્ર એ મહાત્ શાસ્ત્ર ગણાય છે. અધ્યાત્મશાસ્ત્રોમાં જીલનારા પુરૂષાના હૃદયની વાનગી એ તેમણે ગાયેલાં પદા છે. એ પદમાં અધ્યાત્મશાસ્ત્રોના નિચેાળ તરતા જણાય છે. શ્રીમના પદોમાં અધ્યાત્મજ્ઞાન, ભક્તિજ્ઞાન અને ચેાગજ્ઞાનનાં ઊંડાં રહસ્યો સમાયાં છે. તેએ અધ્યાત્મજ્ઞાનકોટીના મહાન પુરૂષ હતા. તે અક્ષરદેહે અને કીર્તિદેહે સદાકાલ જીવતા છે. તેમનાં પદે રૂપ કલ્પવૃક્ષાની સમ્યગ્રીતે ઉપાસના કરવામાં આવે તે। ઇચ્છિતફલની પ્રાપ્તિ થયાવિના રહે નહી. શ્રીમના પદોનેા ભાવાર્થ લખતાં હજી પરિપૂર્ણ સન્તાષ થતા નથી; કારણ કે જેટલું પરામાં પ્રકટે છે તેટલું વૈખરીમાં આવી શકતું નથી.
For Private And Personal Use Only