________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
શ્રીમદ્ આનન્દધનજીની ભક્તિવડે-પદેાના ભાવાર્થ લખતાં જે કંઇ તેમના હૃદયભાવને પ્રકાશ થયા હોય, તે સમજવું કે તેમની ભક્તિનુંજ તે ફળ છે. શ્રીમના પદાને ભાવાર્થ લખતીવખતે પ્રથમ શ્રીમનું પાંચ મિનિટ લગભગ ધ્યાન ધરવામાં આવતું હતું અને કહેવામાં આવતું હતું કે હે પૂજ્ય ! તમારા હૃદયને ભાવ મારા હૃદયમાં પ્રકાશિત થા અને પદના તાત્પર્યાર્થ બરાબર લખાએ.” આપ્રમાણે હૃદયથી પ્રાર્થના થયાબાદ શિશાપેન પોતાના કાર્યમાં પ્રવૃત્ત થતી હતી. આનન્દઘનુજીના પદાના આશયસંબન્ધી એક વિદ્વાન લખે છે કે
आशय आनन्दघनतणो, अति गंभीर उदार । बालक बांह्य पसारीने, कहे उदधि विस्तार ॥
શ્રીમના આશયા જાણવામાટે શ્રીમના પદોનું અધ્યાત્મશાસ્ત્રોના આધારે ઘણું મનન જોઇએ. જેનાગમાધ્યાત્મશૈલીથી શ્રીમદ્ના આશય સમજવાની જરૂર છે. જેનાગમાથી અવિરૂદ્ધપણે તેઓએ અધ્યાત્મસંબન્ધી ઉદ્ગારો કાઢેલા છે, એટલું પહેલાં લક્ષ્યમાં લેઇને પશ્ચાત્ તેના અર્થ સમજવા જોઇએ. આગમાથી અવિરૂદ્ધપણે અમાએ યથામતિએ શ્રીમદ્ના પહેાઉપર ભાવાર્થ લખ્યા છે. શબ્દોના અર્થ પણ આગમાથી અવિરૂદ્ધપણે લખવા પ્રયત્ન કર્યો છે. જે કંઈ લખવામાં આવે છે તેની અસર દુનિયાના મનુષ્યાને થયાવિના રહેતી નથી. લેખા, એ લેખકની પાછળની જીવતીઅક્ષરપ્રતિમાઓ છે. તેની અસર પાછળના મનુષ્યાપર થયાવિના રહેતી નથી. શ્રીમના ઉત્તમ પદાની ઉત્તમ અસર જગત્ઉપર મહુડ્ડાલપર્યન્ત થયા કરશે. શ્રીમના વિચારો, એ પંડિતાનું ઉત્તમ ભેાજન છે. શ્રીમદ્ના પદા, એ સજ્જનપુરૂષોને માગ છે. બાગમાં જેમ અનેક પ્રકારનાં પુષ્પા હૈાય છે તેમ શ્રીમન્ના પદોમાં પણ ભક્તિઆદિ અનેક રસેા ઝળકી રહ્યા છે. શ્રીમદ્દ્ના પદેોની કિમ્મત તેમની પાછળની દુનિયા આંકવા સમર્થ થઈ છે. શ્રીમદ્ના વખતમાં શ્રીમના પદાની અને તેમની મહત્તા, એકીઅવાજે માન્ય થઈ નહતી; એ તેા વાત ખરી છે કે મનુષ્યના ગુણાની કિસ્મત પાછળથી થાય છે. શ્રીમદ્ પોતાની પાછળ પદરૂપે ઉત્તમ વારસા મૂકી ગયા છે. એમના પદાની અસર દુનિયાને સારી થવાની અને તેથી દુનિયાને સારો લાભ મળી શકવાના. એમણે પેાતાની પાછળ પદારૂપ અમૃત મૂક્યું છે તેથી તેમના ઉપકારનું જેટલું વર્ણન કરીએ તેટલું થાડું છે. શ્રીમદ્ પેાતાના વિચારાથી હાલ જીવતાજ છે! કર્તવ્યનામના પુસ્તકમાં એક લેખકે જણાવ્યું છે કે—‹ ગ્રન્થ એ એક જીવતા અવાજ છે, એ પૃથ્વીની
For Private And Personal Use Only