________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
( ૧૪૨) આશા નથી કીર્તિતણી અપકીર્તિને ગણતો નથી, લેકે મને એ શું કહે ! ત્યાં લક્ષને દેતો નથી; ફરતે ફરે જંગલવિષે અવધૂતગી થૈ ખરે, ગુહા મઠે સ્મશાનમાં અલખની વનિ કરે. હડધૂત કહી ધિક્કારતા તે લક્ષમાં લેતો નથી, પૂજે જનો કે ભાવથી ત્યાં હર્ષને ધરત નથી; વ્યવહારના ભેદો ઘણું ત્યાં કલેશને કરતે નથી, લાગી લગનવા આમની બીજું કશું જેતો નથી. અભિમાન ના જાણ્યાતણું મેટાઈ મન ધર નથી, કુપંથ કે પાખંડે તેમાં લક્ષને દેતો નથી; વૈરજ નથી ઝેરજ નથી કરૂણ જગત્પર થૈ રહી, નિજ આત્માની શુદ્ધિ કરે સ્થિરતા ધરી અન્તહી. ૧૫ ફરતે ફકીરી વેષમાં સ્વાતંત્ર્યથી શબ્દો કહે, એકાંત જે વ્યવહારીઆ બકવા ઘણે કરતા રહે; કીધે અનુભવ આત્મનો તે અંધ પેઠે ના વહે, આનન્દઘન તુજ દીલના આશય ઘણું તુજમાં રહે. આનન્દની ઘેનજવિષે આંખે ઘણી ઝળકી રહી, આનન્દની બહુ ઊંમિ શબ્દવિષે ઝળકી વહી; નિજશુદ્ધ સત્તા યાવતો પરભાવને ઉછેદતો, તે આત્મભાવે આત્મને કરવા અનુભવમાં જતે. અધ્યાત્મની વાત કરે અધ્યાત્મની દૃષ્ટિ ધરે, નિજદેહ અણુઅણુમાં અહે! અધ્યાત્મરસ ભાવે ભરે; અધ્યાત્મનું પાત્રજ બની અધ્યાત્મને ફેલાવત, કાયા અને વાણું હૃદય અધ્યાત્મમાં રેલાવતો. અધ્યાત્મરસની ભાવના આચારમાંહી વાળીને, પ્રતિકૂલ ઉપસર્ગો સહ્યા પરભાવવૃત્તિ ટાળીને; ધિક્કારતા જે જે હેને તેના ઉપર કરૂણું કરે, નિજ આત્મવત્ સૌને ગણું આચારથી એ આચરે. ધાંધલ ધમાધમ કલેશથી દૂર રહી ધ્યાનજ ધરે, જૈનેતરની સાથમાં મધ્યસ્થભાવે સંચરે; આત્માર્થવણું રીઝે નહીં વિકથા વિષયને વાર, દેષે હજાર મૂકીને ગુણે ગ્રહી શુભ ધારતે.
વાં
તા.
૧૭
૧૮
૧૮
For Private And Personal Use Only