________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૩) યોગ્ય છે. ખરેખર વિદ્યાને મદ વિદ્વાનેને થાય છે.-ગૌતમસ્વામી જેવા ગણધરને પણ પૂર્વ વિદ્યાને મદ થયે હતો. સિદ્ધસેન દિવાકરને પણ પૂર્વ વિદ્યાનો મદ થયો હતે. ધનિકેને ધનનો મદ થાય છે; તપસ્વીઓને તપનો મદ થાય છે; ક્રિયાવાદીઓને ક્રિયાને મદ થાય છે. “તપનું અજીર્ણ ક્રોધ છે અને વિદ્યાનું અજીર્ણ અહંકાર છે. અધ્યાત્મજ્ઞાન જેમાં નથી એવાં શાસ્ત્રો સંસારમાં અભિમાનની વૃદ્ધિ કરાવે છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે. અધ્યાત્મજ્ઞાનવિનાનાં શાસ્ત્રોના અભ્યાસથી ચર્ચા, અહંતા, ખંડન મંડનમાં અહંકાર અને કપટકલાની વૃત્તિ પ્રગટે છે અને તેથી વિદ્વાન્ પિતાના આત્માને શાંતિ આપવા સમર્થ થતું નથી. ભલે સાધુ હો વા ગૃહસ્થ હો, પરંતુ અધ્યાત્મજ્ઞાનકારક શાસ્ત્રોના અભ્યાસ વિના કદી તે મુક્તિ સન્મુખ થવાનો નથી. અધ્યાત્મશાસ્ત્રોના પઠન પાઠનથી આત્મામાં સગુણે પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટે છે અને દુર્ગણોને નાશ કરવા અત્યન્ત પ્રયતા થાય છે. અધ્યાત્મશાસ્ત્રો એ દિવ્ય પ્રકાશ છે; એ પ્રકાશને એકાન્ત જડવાદી–મનુષ્યરૂપ ઘુવડ ન દેખે તેમાં અધ્યાત્મજ્ઞાનનો દોષ નથી, કિન્તુ તેની દૃષ્ટિનો દોષ છે. અધ્યાત્મશાસ્ત્રોના પ્રકાશમાં ખરેખર દિવ્ય પુરૂષે રહી શકે છે અને તેઓની દિવ્ય દષ્ટિ ખીલે છે; માટે અધ્યાત્મશાસ્ત્ર ભણવા યોગ્ય છે અને વારંવાર અધ્યાત્મશાસ્ત્રગત ભાવો ભાવવા ગ્ય છે.
અધ્યાત્મશાસ્ત્ર વારંવાર ચિંતવન કરવા યોગ્ય છે; અધ્યાત્મજ્ઞાનીઓએ તેનો અર્થ કોઈ યોગ્યને દેવો જોઈએ. દુનિયામાં અધ્યાત્મજ્ઞાનસમાન કેઈ હિતકારક અન્ય નથી. શ્રીમદ્દ યશોવિજયજીને જ્ઞાન ઉપર અત્યત રાગ હતો. દ્રવ્યાનુયેગમાં સદાકાલ તેમનું મન રમણ કરતું હતું. દ્રવ્યાનુયોગના ચિંતવનને તેઓ અત્તરકિયા માનીને તેમાં રમણતા કરતા હતા. તેઓ જ્ઞાનની ઉત્તમતા સંબધી કથે છે કે
बाह्यक्रियाछे बाहिरयोग-अन्तरक्रिया द्रव्यअनुयोग । बाह्यहीनपण ज्ञानविशाल-भलो कह्यो मुनिउपदेशमाल ॥
(૩રામr.)
જાથાં. नाणाहिओ वरतरं-हीणोविहु पवयणं पभावंतो ॥ नयदुक्करं करितो सुहुवि अप्पागमो पुरिसो॥ १ ॥
(૩રામા.)
For Private And Personal Use Only